________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫) કોઈ જીવનું શરીર બરફાદિની જેમ ઠંડુ હોય છે. તેનું કારણ શીતસ્પર્શનામકર્મ છે. (૬) કોઈ જીવનું શરીર અગ્નિ વગેરેની જેમ ગરમ હોય છે. તેનું કારણ ઉષ્ણસ્પર્શનામકર્મ છે. (૭) કોઈ જીવનું શરીર તેલાદિનાં માલિશની જેમ ચીકણું, હોય છે. તેનું કારણ સ્નિગ્ધસ્પર્શનામકર્મ છે. (૮) કોઈ જીવનું શરીર ભસ્માદિની જેમ લખુ હોય છે. તેનું કારણ રૂક્ષસ્પર્શનામકર્મ છે.
ગુરુ વગેરે સ્પર્શના સંયોગથી ઉત્પન્ન થતાં બીજા સ્પર્શની પૃથ ગણતરી કરી નથી. કારણકે તે સર્વેનો સમાવેશ આમાં જ થઈ જાય છે.
જીવના શરીરનો જે કૃષ્ણાદિ વર્ણ, સુરભિ વગેરે ગંધ, તિક્તાદિ રસ અને ગુરૂ વગેરે સ્પર્શ સ્પષ્ટ જણાય છે. તે કાર્ય છે. તેનું કારણ તે તે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શનામકર્મ છે. જો વર્ણાદિનામકર્મને ન માનવામાં આવે તો દરેક જીવનું શરીર કાં તો એક સરખા વર્ણવાળુ હોય, કાં તો વિચિત્ર વર્ણવાળુ હોય. કારણ કે તે તે ચોક્કસવર્ણાદિ નામકર્મ વિના કાગડો કાળો, પોપટ લીલો, ભમરી પીળી, આવી વ્યવસ્થા સંભવતી નથી માટે વર્ણાદિ નામકર્મને અવશ્ય માનવુ જોઈએ.
વર્ણાદિ ચતુષ્કની પુણ્યપ્રકૃતિ અને પાપ પ્રકૃતિ બન્નેમાં ગણતરી થાય છે. પરંતુ પુણ્ય અને પાપ બન્ને પરસ્પર વિરોધી હોવાથી જે વર્ણ ચતુષ્ક પુણ્યસ્વરૂપ છે. તે જ વર્ણ ચતુષ્ક પાપ સ્વરૂપ છે એમ કહેવું યોગ્ય નથી. માટે વર્ણાદિ ૨૦માંથી પુણ્ય=શુભ વર્ણાદિ અને પાપ = અશુભવર્ણાદિ ને જુદા બતાવે છે.
नीलकसिणं दुगंधं, तित्तं कडुअं गुरुं खरं रुक्खं । सीअंच असुहनवगं, इकारसगं सुभं सेसं ॥४१॥ नीलकृष्णं दुर्गन्धं तिक्तं कटुकं गुरु खरं रुक्षम् । शीतं चाशुभनवकमेकादशकं शुभं शेषम् ॥४१॥
ગાથાર્થ - લીલોવર્ણ, કાળોવર્ણ, દુર્ગધ, કડવોરસ, તીખો રસ, ગુરૂસ્પર્શ, કઠણસ્પર્શ, રૂક્ષસ્પર્શ અને શીતસ્પર્શ એ નવ અશુભ છે. બાકીના અગિયાર શુભ છે.
૧૯૩ ૧૩
For Private and Personal Use Only