________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન ઃ- “નાસિકા દ્વારા જે સુંઘી શકાય તે ગંધ કહેવાય.”
(૧) કોઇ જીવનું શરીર કપુરાદિની જેમ સુગંધી હોય છે. તેનું કારણ સુરભિગંધ નામકર્મ છે. દા. ત. તીર્થંકર ભગવંતો કે પદ્મિની સ્ત્રીનું શરીર.
(૨) કોઇ જીવનું શરીર લસણાદિની જેમ દુર્ગંધી હોય છે. તેનું કારણ દુરભિગંધનામકર્મ છે. દા. ત. મચ્છીમારાદિનું શરીર. રસનામકર્મના ભેદ :
“જીભ દ્વારા જે અનુભવી શકાય તે રસ કહેવાય.” તે પ પ્રકારે છે. “તિક્ત =કડવો રસ”, “કટુ = તીખો રસ”, “કષાય = તુરોરસ”, “આમ્લ =ખાટો રસ”, “મધુર = મીઠો રસ’.
(૧) કોઇ જીવના શરીરનો સ્વાદ લીંબડાની જેમ કડવો હોય છે. તેનું કારણ તિકતરસનામકર્મ છે.
(૨) કોઇ જીવના શરીરનો સ્વાદ સૂંઠાદિની જેમ તીખો હોય છે. તેનું કારણ કટુરસનામકર્મ છે.
(૩) કોઇ જીવના શરીરનો સ્વાદ ત્રિફળા [હ૨ડા + બેડા + આંબળા]ની જેમ તુરો હોય છે. તેનું કારણ કષાયરસનામકર્મ છે.
A. આયુર્વેદિક શાસ્ત્રાનુસાર તિક્તાદિરસથી થતાં લાભ :
(૧) લીંબડો, કડુ, કરિયાતુ વગેરેમાં કડવો રસ હોય છે. આ રસ શ્લેષ્મ, અરૂચિ, પિત્ત, તૃષા, કોઢ, ઝેર, તથા તાવને નાબુદ કરે છે.
(૨) સૂંઠ, તીખા વગેરેમાં તીખો રસ હોય છે. આ રસનું જો યુક્તિપૂર્વક સેવન કરવામાં આવ્યું હોય તો તે ગળાના વ્યાધિને તથા સોજાને મટાડે છે. જઠરાગ્નિને પ્રદીપ્ત કરે છે. ખોરાકને પચાવે છે. રૂચિ કરાવે છે. વૃદ્ધિકા૨ક તેમજ અતિકફનો નાશ કરે છે.
(૩) હરડા + બેડા + આંબળા રૂપ ત્રિફળા તથા કોઠા વગેરેમાં તુરો રસ હોય છે. આ રસનું સેવન કરવાથી રકતદોષ, કફ તથા પિત્તનો નાશ થાય છે. તથા સ્વભાવથી આ રસલુખો, ઠંડો અને ગુરૂ [ભારે] થયો છતો ગ્રાહક તેમજ શરીરની ઊંચાઈને વધારનારો પણ થાય છે. (૪) આંબલી તથા બીજોરા વગેરેમાં ખાટો રસ હોય છે. આ રસ જઠરાગ્નિનો ઉદ્દીપક, સ્નિગ્ધ, સોજા, પિત્ત તથા કફનો નાશક પાચક તથા રૂચિકારક છે. વળી, પરસેવો કરાવનાર તેમજ મૂઢ - ગુંચવાયેલા વાયુને પણ ઠેકાણે લાવે છે.
=
(૫) ખાંડ, સાકર, શેરડી વગેરેમાં મીઠો રસ હોય છે.
આ રસ વાત, પિત્ત અને કફનો નાશ કરે છે. ધાતુની વૃદ્ધિ કરે છે. ગુરૂ છે. જીવનને ટકાવે છે કેશ ઉગાડે છે. તથા બાળ, વૃદ્ધ તેમજ ક્ષીણ શકિતવાળાને પણ હિતકારી છે.
૧૯૧
For Private and Personal Use Only