________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) કુન્નસંસ્થાન :મસ્તક, ગ્રીવા [ડોક હાથ અને પગ લક્ષણ યુકત હોય. અને છાતી, ઉદર વગેરે લક્ષણહીન હોય એવી શરીરની આકૃતિને કુજ સંસ્થાન કહેવાય. તેનું કારણ “કુજ સંસ્થાન નામકર્મ” છે. (૫) વામન સંસ્થાન :છાતી, પેટ, ઉદર વગેરે અવયવો લક્ષણ યુકત હોય અને મસ્તક, ડોક, હાથ, પગ વગેરે લક્ષણ રહિત હોય એવી શરીરની આકૃતિને વામન સંસ્થાન કહેવાય. તેનું કારણ “વામન સંસ્થાન નામકર્મ છે. (૬) હુંડક સંસ્થાન :જે શરીરના સઘળા અવયવો લક્ષણ રહિત અને બેડોળ હોય એવી શરીરની આકૃતિને હુંડક સંસ્થાન કહેવાય છે. તેનું કારણ “હુંડક સંસ્થાન નામકર્મ”
સર્વ દેવોને સમચતુરસસંસ્થાન હોય છે. ગર્ભજ તિર્યંચ અને મનુષ્યને છમાંથી કોઇપણ સંસ્થાન હોય છે. અને બાકીનાં સર્વ જીવોને હુંડક સંસ્થાન હોય છે. હાલમાં આપણને સૌને હુંડક સંસ્થાન હોય છે. વર્ણનામકર્મના ભેદ - જીવ ઔદારિકાદિ શરીર નામકર્મોદયથી ઔદરિકાદિ શરીરને યોગ્ય પુદ્ગલસ્કંધો ગ્રહણ કરે છે. તેમાં સ્વાભાવિક વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ તો હોય જ છે. પરંતુ જીવે ગ્રહણ કરેલા તે પુદ્ગલોનું શરીરરૂપે પરિણમન થાય ત્યારે તેમાં કોઈક ચોક્કસ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થાય છે. તેથી શરીર બાંધતી વખતે શરીરની આકૃતિની જેમ નવો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્પન્ન થાય છે. યદ્યપિ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અસંખ્યાત પ્રકારે છે. પરંતુ શાસ્ત્રકાર A. કેટલાક આચાર્ય મહારાજ સાદિને સાચી કહે છે. સાચી = શાલ્મલીવૃક્ષ. જેમ શાલ્મલી વૃક્ષમાં થડ ઘણુ સારૂ હોય છે. પણ ડાળી, પાંદડા સારા હોતા નથી. તેમ શરીરમાં નાભિની નીચેનો ભાગ લક્ષણયુકત હોય અને નાભિની ઉપરનો ભાગ ખામીવાળો હોય એવી શરીરની આકૃતિને સાદિસંસ્થાન કહેવાય
૧૮૯
For Private and Personal Use Only