________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સપ્તતિકા ગ્રંથમાં કહ્યું છે કે જ્યારે જીવ શ્વાસોચ્છુવાસ પર્યાપ્તિએ પર્યાપ્તો થાય ત્યારે શ્વાસોચ્છવાસ નામકર્મનો ઉદય શરૂ થાય.” એટલે જ્યારે છે શ્વાસોચ્છવાસ નામકર્મનો ઉદય થાય ત્યારે જીવ શ્વાસ લેવા મૂકવાની શક્તિવાલો
અથવા શ્વાસોચ્છવાસ લબ્ધિયુકત થાય છે. તેથી જીવ શ્વાસ લેવા-મૂકવાની ક્રિયા સુખપૂર્વક કરી શકે છે. “શ્વાસ લેવા-મૂકવાની ક્રિયાને શ્વાસોચ્છવાસ પ્રાણ કહેવાય છે.” તેનું કારણ શ્વાસોચ્છવાસ નામકર્મ છે. આતપનામકર્મનું સ્વરૂપ :
रविबिंबे उजिअंगं, तावजुअं आयवाउ न उ जलणे। जमुसिण फासस्स तहिं लोहियवन्नस्स उदउत्ति ॥४४॥ रविबिम्बे तु जीवाङ्ग तापयुतं आतपाद् न तु चलने । यदुष्णस्पर्शस्य तत्र लोहितवर्णस्य उदय इति ॥४४॥
ગાથાર્થ - આતપનામકર્મના ઉદયથી સૂર્યનાં બિંબને વિષે જ જીવનું શરીર તાપયુકત હોય છે. પણ અગ્નિને વિષે આતપનામકર્મનો ઉદય નથી. કેમકે તેને ઉષ્ણસ્પર્શ અને રકતવર્ણનો ઉદય હોય છે.
- વિવેચન :- આકાશમાં દેખાતા સૂર્યના વિમાનની નીચે મણિરત્નોમાં બાદર પૃથ્વીકાયના જીવોનું પોતાનું શરીર ઠંડુ છે. પણ તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી આપણને જે ગરમી = તાપનો અનુભવ થાય છે. એ તાપને શા.૫. માં “આપ” કહેવાય છે. તેનું કારણ આતપનામકર્મ છે. એટલે,
જે કર્મના ઉદયથી જીવનું પોતાનું શરીર ઠંડુ હોવા છતાં તેનો પ્રકાશ ઉષ્ણ હોવાથી બીજાને તાપનો અનુભવ કરાવે તે આતપનામકર્મ કહેવાય.”
સૂર્યનાં વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીકાયના જીવો સિવાય અન્ય કોઈ પણ જીવમાં આતપનામકર્મનો ઉદય હોતો નથી.
આપણને સૂર્યના પ્રકાશથી જે ગરમી લાગે છે. તે વાસ્તવિક રીતે સૂર્યદેવની નથી. પણ સૂર્યનાં વિમાનની નીચે મણિરત્નોમાં રહેલા બાદર પૃથ્વીના જીવની છે. જો કે આતપનામકર્મના ઉદયવાળા જીવોનું શરીર ઠંડુ હોવા છતાં પુદ્ગલોમાં અચિંત્ય શકિત હોવાથી, તે જીવો બીજાને અત્યંત દૂર સુધી ગરમીનો અનુભવ કરાવી શકે છે.
૧૯૮
For Private and Personal Use Only