________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પારિભાષિક સંજ્ઞાઓ :
આનુપૂર્વીનામકર્મ તે તે ગતિનામકર્મની સાથે જ બંધાય છે. અને તે તે ગતિનામકર્મની સાથે જ ઉદયમાં આવે છે. તેથી ગતિનામકર્મ અને આનુપૂર્વનામકર્મ સહચારી છે. માટે જ્યાં ગતિને જણાવનાર નરકાદિ શબ્દની પાછળ દ્રિક હોય ત્યાં સર્વત્ર તે ગતિ અને તેની આનુપૂર્વી એ બે સમજવાં અને ત્રિક શબ્દ આવે ત્યાં, તે ગતિ, તેની આનુપૂર્વી, અને તેનું આયુષ્ય એ ત્રણ સમજવા. દા. ત. નરકદ્ધિક = નરકગતિ, નરકાનુપૂર્વી. નરકત્રિક = નરકગતિ, નરકાનુપૂર્વી, નરકાયુષ્ય. તિર્યંચદ્ધિક – તિર્યંચગતિ, તિર્યંચાનુપૂર્વી મનુષ્યત્રિક = મનુષ્યગતિ, મનુષ્યાનુપૂર્વી, મનુષ્યાયુષ્ય. વૈક્રિયષક = દેવગતિ, દેવાનુ પૂર્વી, નરકગતિ, નરકાનુપૂર્વી. વૈક્રિયશરીર, વૈક્રિય અંગોપાંગ.
ઔદારિકદ્ધિક = ઔદારિક શરીર, ઔદારિક અંગોપાંગ. વૈક્રિયાષ્ટક = દેવત્રિક, નરકત્રિક, વૈક્રિયદ્ધિક. વિહાયોગતિ નામકર્મના ભેદ :“આકાશમાં ચાલવુ તે વિહાયોગતિ.”
ત્રસનામકર્મોદયથી ત્રસજીવોને ચાલવાની શકિત મળે છે. પણ બળદ, ઉંટ, કાગડો, વીંછી, તીડ, વાંદરો, કૂતરાદિતી ચાલમાં ઘણો તફાવત હોય છે. માટે ચાલ [ગતિ ના અસંખ્ય ભેદ છે. પણ તે સર્વે ચાલ [ગતિક્રિયા નો શુભ અને અશુભ એમ બે વિભાગમાં સમાવેશ કરીને વિહાયોગતિ ૨ પ્રકારે કહી છે. (૧) શુભવિહાયોગતિ, (૨) અશુભવિહાયોગતિ. (૧) “બીજાને પ્રિય લાગે તેવી સુલક્ષણા ચાલને શુભવિહાયોગતિ કહેવાય.” દા. ત. ઉત્તમ ઘોડા, બળદ, હાથી, ગાય, હંસ, વગેરેની ચાલ સુંદર અને આનંદ આપે તેવી હોવાથી શુભ ગણાય છે. તેનું કારણ શુભ વિહાયોગતિનામકર્મ છે. (૨) “બીજાને ન ગમે તેવી ખરાબ ચાલને અશુભવિહાયોગતિ કહેવાય.” દા.ત. ઊંટ, ગધેડુ, કાગડાદિની ચાલ ખરાબ હોવાથી અશુભ ગણાય છે. તેનું કારણ અશુભ વિહાયોગતિનામકર્મ છે. અહીં સારી અને ખરાબ ચલનાત્મક
૧૯૬
For Private and Personal Use Only