________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૩) “ મરણસ્થાનેથી તિર્યંચગતિમાં જતા જીવને જ્યાંથી વળાંક વળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને તિર્યંચાનુપૂર્વી નામકર્મ કહેવાય.’’
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) ‘મરણસ્થાનેથી નરકગતિમાં જતાં જીવને જ્યાંથી વળાંક વાળવાનો હોય ત્યાંથી વાળીને ઉત્પત્તિસ્થાને પહોચાડનાર કર્મને નરકાનુપૂર્વીનામકર્મ કહેવાય.”
,,
દરેક જીવ મરણ પછી પ્રથમ સમયે પોતાના સ્વભાવ અનુસાર સમશ્રેણી પર ચાલે છે. પછી બીજા સમયે આનુપૂર્વીનામકર્મ જીવને ઉત્પત્તિસ્થાન તરફ કાટખુણે વળાંકમાં વાળી દે છે. ત્યારે ઉત્પત્તિસ્થાન સુધી પહોંચતા જીવને વધુમાં વધુ ત્રણ વળાંક લેવા પડે છે. કયારેક ચાર વળાંક પણ લેવા પડે છે. તેથી “મરણસ્થાનેથી ઉત્પત્તિસ્થાને પહોંચતા જીવને વધુમાં વધુ ચારથી પાંચ સમય લાગે છે.' કારણકે મરણ પછી પ્રથમસમયે તો જીવ પોતાના સ્વભાવ પ્રમાણે સમશ્રેણી = સીધી લાઇનમાં જ ચાલે છે. પછી બીજા સમયે આનુપૂર્વીનામકર્મ જીવને ઉત્પત્તિસ્થાન તરફ વળાંકમાં વાળી દે છે. એ વખતે “ જો કોણી આકારે એક જ વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો બે સમય લાગે.’' જો હળ આકારે બે વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો ત્રણ સમય લાગે.’” અને“ જો ગોમૂત્રિકા આકારે ત્રણ વળાંકમાં ઉત્પત્તિસ્થાન આવી જાય તો ચાર સમય લાગે.” એટલે “બીજા, ત્રીજા અને ચોથા સમયે વિગહગતિમાં જ આનુપૂર્વીનો ઉદય હોય છે.” પણ પ્રથમ સમયે ગતિમાં આનુપૂર્વીનો ઉદય હોતો નથી
ક્યારેક જીવને ચાર વળાંક લેવા પડે તો મરણસ્થાનેથી ઉત્પત્તિસ્થાને પહોંચતા પાંચ સમય લાગે. ત્યારે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા સમયે વિગ્રહગતિમાં આનુપૂર્વીનો ઉદય હોય છે. પણ આવુ વિચત્ જ બને છે.
જો આનુપૂર્વીનામકર્મને માનવામાં ન આવે તો જીવ પોતાના સ્વભાવ મુજબ સમશ્રેણીએ ચાલ્યા કરે, ક્યારેક સમશ્રેણી પર ક્યાંક અટકી જાય પરંતુ ત્યાંથી કાટખૂણે વળાંક લઇને ઇષ્ટ સ્થાને પહોંચી શકે નહીં. એટલે જેમ બળદનો માલિક બળદના નાકમાં નાંખેલી દોરીને પકડીને બળદને ઇષ્ટસ્થાને પહોંચાડી દે તેમ આનુપૂર્વીનામકર્મ જીવને સમશ્રેણીએ ચાલતો અટકાવીને ઉત્પત્તિસ્થાન તરફ વળાંકમાં વાળીને ઇષ્ટસ્થાને પહોંચાડી દે છે. માટે આનુપૂર્વીનામકર્મ અવશ્ય માનવું જોઇએ.
૧૯૫
For Private and Personal Use Only