________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) ૠષભ નારાચ સંઘયણ :
જેમાં ખીલીના આકારવાળુ હાડકું નહોય, પણ બે હાડકાના બન્ને છેડાઓ, બન્ને બાજુએ મર્કટ બંધની જેમ જોડાયેલા હોય, તેના પર પાટાના આકારવાળું બીજું હાડકું વીંટાળેલુ હોય તો, તેવા પ્રકારની હાડકાની રચનાને, અથવા તેવા પ્રકારનાં હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને ૠષભનારાચ સંઘયણ કહેવાય. તેનું કારણ “ૠષભનારાચ સંઘયણ નામકર્મ’ છે.
(૩)નારાચ સંઘયણ :
જેમાં ખીલીના આકાર વાળુ હાડકુ ન હોય અને પાટાના આકારવાળુ હાડકું પણ ન હોય, પરંતુ બે હાડકાના બન્ને છેડાઓ બન્ને બાજુએ મર્કટબંધની જેમ જોડાયેલાં હોય, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારના હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઈને નારાચ સંઘયણ કહેવાય છે. તેનું કારણ ‘“નારાચ સંઘયણ નામકર્મ’ છે. (૪) અર્ધનારાચ સંઘયણ :
જેમાં બે હાડકાના બે છેડાઓમાંથી એક છેડો, એકબાજાએ મર્કટબંધની જેમ જોડાયેલો હોય અને બીજી બાજુ ખીલી હોય તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને અર્ધનારાચ સંઘયણ કહેવાય. તેનું કારણ ‘અર્ધનારાચ સંઘયણ નામકર્મ’ છે.
(૫) કીલિકાસંઘયણ :
જેમાં બે હાડકાના બે છેડાઓ બન્ને બાજુએ મર્કટબંધની જેમ જોડાયલા ન હોય, પણ તે બન્ને છેડા માત્ર ખીલીથી જોડાયેલા હોય, તેવા પ્રકારની હાડકાની રચનાને અથવા તેવા પ્રકારના હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને કીલિકાસંઘયણ કહેવાય. તેનું કારણ “કીલિકા સંઘયણ નામકર્મ’ છે.
66
(૬) છેવટ્ટુ સંઘયણ :
જેમાં માત્ર હાડકાઓ પરસ્પર અડકીને રહેલા હોય એવી હાડકાની રચનાને અથવા એવા પ્રકારની હાડકાની રચનાથી શરીરમાં ઉત્પન્ન થતી મજબૂતાઇને છેવતૢ સંઘયણ કહેવાય. તેનું કારણ ‘છેવટ્ટસંઘયણનામકર્મ’ છે.
૧૮૬
For Private and Personal Use Only