________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પુલપિંડનું પરસ્પર જોડાણ થાય છે. માટે બંધનનામકર્મ પાંચ પ્રકારે છે. અને ગગર્ષિ તથા શિવશર્માસૂરિ મહારાજનું એવું માનવું છે કે સજાતીયની જેમ વિજાતીય પુદ્ગલપિંડનું પણ પરસ્પર જોડાણ થાય છે. કારણકે જીવને કાર્પણ શરીર અને તૈજસશરીર અનાદિકાળથી વળગેલુ હોવાથી તેજસપુદ્ગલપિંડ અને કાર્મણપુગલપિંડનું જોડાણ અનાદિકાળથી ચાલુ છે. તેનું કારણ બતૈજસકાર્પણ બંધનનામકર્મ” છે. તથા ભવાન્તરમાંથી ઉત્પત્તિસ્થાને આવેલો જીવ તૈજસશરીર અને કાશ્મણશરીરથી યુક્ત હોય છે. અને ત્યાં દારિક કે વૈક્રિય એ બેમાંથી કોઈપણ એક શરીર નવું બનાવતો હોવાથી તેજસશરીરની સાથે અને કાર્મણશરીરની સાથે તેમજ તેજસશરીર + કાર્પણ શરીરની સાથે ઔદારિક કે વૈક્રિયશરીરને યોગ્ય પગલપિંડનું અવશ્ય જોડાણ થાય છે. તેનું કારણ (૨)
ઔદારિકતૈજસબંધનનામકર્મ (૩) ઔદારિકકાર્મબંધનનામકર્મ (૪) ઔદારિક તૈજસ કાર્મણબંધન નામકર્મ (૫) વૈક્રિયતૈજસબંધનનામકર્મ (૬) વૈક્રિયકાર્મણબંધનનામકર્મ (૭) વૈક્રિયતૈજસકાર્પણબંધનનામકર્મ છે. અને આહારકલબ્ધિધારી પ્રમતમુનિ જ્યારે આહારકશરીર બનાવે ત્યારે તૈજસશરીરની સાથે અને કાર્મણશરીરની સાથે તેમજ તૈજસશરીર + કાર્મણશરીરની સાથે આહારકશરીરને યોગ્ય પુદ્ગલપિંડનું જોડાણ થાય છે. તેનું કારણ ( ૮ ) આહારકતૈજસબંધનામકર્મ (૯) આહારકકાર્મણબંધનનામકર્મ ( ૧ ૦ ) આહારકતૈજસકાર્મણબંધનનામકર્મ છે.
આ પ્રમાણે વિજાતીયપુગલપિંડનું પરસ્પર જોડાણ થતા કુલ.૧૦ બંધન થાય છે. અને પૂર્વોક્ત મુજબ સજાતીય પુગલપિંડનું પરસ્પર જોડાણ થતા કુલ પ બંધન થાય છે. માટે અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. A. એક જીવને એકી સાથે બે-ત્રણ કે ક્યારેક ચાર શરીરનો પણ ઉદય હોય છે. જે જીવને
જ્યાં સુધી જેટલા શરીનામકર્મનો ઉદય હોય ત્યાં સુધી તે જીવ પ્રતિસમયે તેટલા શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરે છે. તેથી સજાતીય અને વિજાતીય પુદ્ગલોનું પરસ્પર જોડાણ થયા જ કરે છે. તેમાં ઔદારિકશરીરધારીને (૧) . ઓ. (૨) ઔ. તે. (૩) . કા. (૪) ઓ. તે. કા. (૫) કાર્મણકાશ્મણ (૬) તે. તે. (૭) તે. કા. એ. ૭ રીતે પુદ્ગલોનું પરસ્પર જોડાણ થાય છે. એ જ પ્રમાણે વૈ. શરીરધારી અને આ. શરીરધારીને પણ ૭ રીતે પુદ્ગલોનું પરસ્પર જોડાણ થાય છે. પણ અહીં ત્રણે સ્થળે (૧) કા. કા. (૨) તે, તે. (૩) તૈ. કા. એ ત્રણ બંધન સમાન હોવાથી તેની ગણતરી એકજ વાર કરવાથી કુલ-૬ બંધન બાદ કરતાં બંધનનામકર્મ કુલ ૧૫ પ્રકારે છે.
૧૮૨
For Private and Personal Use Only