________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
દંતાલી ચારે તરફ વિખરાયેલાં ઘાસના સમુહને એકઠો કરે તેમ દારિકશરીરરૂપે પરિણામ પામેલા પુદ્ગલોનો ઔદારિક શરીરની રચનાનુસારે જે પિંડ થાય છે. તે ઔદારિક સંઘાતન કહેવાય. તેનું કારણ દારિકસંઘાતનનામકર્મ છે. “ “જે કર્મના ઉદયથી ઔદારિકશરીરરૂપે પરિણમેલા પુલનો ઔદારિકશરીરની રચનાનુસારે પિંડ થાય તે ઔદારિકસંઘાતનનામકર્મ કહેવાય.'
અહીં દારિકસંઘાતન એ દારિકપુગલોનું બનેલું છે. અને દારિકસંઘાતન નામકર્મ એ કાર્મણસ્કંધોની બનેલી નામકર્મની એક ઉત્તરપ્રકૃતિ છે માટે તે બન્ને ભિન્ન છે. આ પ્રમાણે (૨) વૈક્રિયસંઘાતનનામકર્મ
(૩) આહારક સંઘાતનનામકર્મ (૪) તેજસ સંઘાતનનામકર્મ
(૫) કાર્યણસંઘાતનનામકર્મ સમજી લેવું. જો સંઘાતનનામકર્મને માનવામાં ન આવે તો, બંધનનામકર્મ પોતાનું કાર્ય કરી શકતું નથી. કારણ કે “એકઠા નહિ થયેલા પુગલોનો બંધ થતો નથી.” એવો ન્યાય છે. એટલે જ્યાં સુધી દારિકાદિશરીરની રચનાનુસારે પિંડ ન થાય ત્યાં સુધી પૂર્વેના ઔદારિકાદિ શરીરની સાથે નવા ઔદારિકાદિ પુદ્ગલપિંડનું જોડાણ થઈ શકતું નથી માટે સંઘાતનનામકર્મ અવશ્ય માનવું જોઈએ. બંધનનામકર્મનાં ૧૫ ભેદ:
ओराल-विउव्वा-हारयाण सग-तेअ- कम्मजुत्ताणं । नव बंधणाणि इयरदुसहियाणं तिन्नि तेसिं च ॥३६॥ उदार वैक्रियाहारकाणां स्वकतैजसकर्मयुक्तानाम् । नव बन्धनानि इतरद्विसहितानां त्रीणि तेषां च ॥३६॥
ગાથાર્થ - ઔદારિક, વૈક્રિય અને આહારકશરીર પોતપોતાની સાથે, તૈજસની સાથે અને કાશ્મણની સાથે જોડાતાં નવ બંધનો થાય છે. અને તે ત્રણે શરીરને તૈજસ અને કાર્મણ એ બન્નેની સાથે જોડતા ત્રણ બંધન થાય છે. અને તૈજસ તથા કાર્મણને પરસ્પર જોડતા બીજા ત્રણ બંધન થાય છે.
વિવેચન :- પૂર્વે બંધનનામકર્મ ૫ પ્રકારે કહ્યું અને અહીં બંધનનામકર્મ ૧૫ પ્રકારે કહ્યું છે. કારણકે પંચસંગ્રહકારનું એવું માનવું છે કે “સજાતીય
૧૮૧
For Private and Personal Use Only