________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીર અનાદિકાળથી જીવપ્રદેશો સાથે જોડાયેલા છે. તેથી તે બન્ને શરીરની આકૃતિ જીવપ્રદેશપ્રમાણે હોય છે. અને જીવપ્રદેશો (તે.શ. અને કા.શ. સંયુક્ત આત્મપ્રદેશો) ઔદારિકાદિ શરીરની આકૃતિ પ્રમાણે ગોઠવાતા હોવાથી જીવપ્રદેશોની આકૃતિ ઔદરિકાધિશરીર પ્રમાણે હોય છે. માટે તૈજસશરીર અને કાર્મણશરીરની કોઈ જ સ્વતંત્ર આકૃતિ હોતી નથી જેમ પાણીને જેવા વાસણમાં ભરીએ તેવો તેનો આકાર થતો હોવાથી પાણીને કોઈજ સ્વતંત્ર આકાર કહી શકાતો નથી. તેમ જીવપ્રદેશો ઔદારિકાદિ શરીરની આકૃતિ પ્રમાણે ગોઠવાતા હોવાથી તે.શ. અને કા..ની કોઈ જ સ્વતંત્ર આકૃતિ = સંસ્થાન હોતું નથી માટે તે બન્ને શરીરને અંગોપાંગ હોતા નથી. બંધનનામકર્મના ભેદ :
उरलाइ पुग्गलाणं, निबद्ध-बझंतयाण संबंधं । जं कुणइ जउसमं तं, उरलाईबंधनं नेयं ॥३४॥ औदारिकादि पुद्गलानां निबद्ध-बध्यमानानां संबन्धम् । यत्करोति जतुसमं तदौदारिकादिबन्धनं ज्ञेयम् ॥३४॥
ગાથાર્થ :- લાખની જેમ, પૂર્વે બાંધેલા અને નવા બંધાતા ઔદારિકાદિ પુદ્ગલોનો જે સંબંધ થવો તે ઔદારિકાદિબંધનનામકર્મ જાણવું.
વિવેચન :- મનુષ્યો અને તિર્યંચો ઉત્પત્તિના પ્રથમસમયથી માંડીને મરણ સુધી પ્રતિસમયે ઔદારિકશરીર નામકર્મોદયથી ઔદારિકશરીરને યોગ્ય પુદ્ગલસ્કંધ ગ્રહણ કરીને, ઔદારિકશરીરરૂપે પરિણાવીને, ઔદારિકશરીરની રચનાને અનુકૂલ પુદ્ગલપિંડ બનાવે છે. તે વખતે લાખથી સંધાતા બે લાકડાના ટુકડાની જેમ પ્રથમાદિ ઔદારિક પુદ્ગલપિંડની સાથે દ્વિતીયાદિ ઔદારિક પુગલપિંડનું જે જોડાણ (સંબંધ) થાય છે. તે ઔદારિકબંધન કહેવાય તેનું કારણ ઔદારિકબંધનનામકર્મ છે
A. ઉત્પત્તિ સ્થાને આવેલો જીવ પ્રથમ સમયે ઓ. કે વૈ. પુદ્ગલો તથા જ્યારે આહારકશરીર બનાવે ત્યારે પ્રથમ સમયે આહારક પુદ્ગલોને ગ્રહણ કરે છે તે “સર્વબંધ” કહેવાય તથા દ્વિતીયાદિ સમયથી માંડીને મરણ સુધી ઓ.કે વૈ. પુદ્ગલોનું અને આહારકશરીર બનાવતી વખતે દ્વિતીયાદિ સમયથી માંડીને આહારકશરીરની સમાપ્તિ સુધી આહારકપુદ્ગલોનું ગ્રહણમોચન બન્ને થતુ હોવાથી તે “દેશબંધ” કહેવાય તે.શ. અને કા.શ.માં સર્વબંધ હોતો નથી દેશબંધ જ હોય છે. (જુઓ બધષત્રિશિકા ગાથા-૨).
૧૭૮
For Private and Personal Use Only