________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પાંચ પ્રકારે કહ્યું છે. (૧) “પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના એકેન્દ્રિય જીવોમાં “આ એકેન્દ્રિય છે. એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિય જીવોની સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે એકેન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૨) “શંખ, કોડાદિ જુદા જુદા પ્રકારના બેઈન્દ્રિય જીવોમાં “આ બેઈન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ એકેન્દ્રિય કરતા બેઇન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખીચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે બેઇન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૩) “કાનખજૂરા, માકડ, જા, લીખ,કીડી વગેરે જુદા જુદા પ્રકારનાતેઈન્દ્રિય જીવોમાં “આ તે ઇન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ બેઇન્દ્રિય કરતાં તે ઇન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે તેઈન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૪) વીછી,બગાઈ, ભ્રમર, તીડ, માખી વગેરે ભિન્ન ભિન્ન પ્રકારના ચઉરિન્દ્રિય જીવોમાં “આ ચઉરિન્દ્રિય છે.” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ તેઇન્દ્રિય કરતા ચઉરિન્દ્રિય જીવોની અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે ચઉરિન્દ્રિય જાતિનામકર્મ કહેવાય. (૫) દેવ, નારક, મનુષ્ય, ઘોડા, હાથી વગેરે જુદા જુદા પ્રકારના પંચેન્દ્રિય જીવોમાં “આ પંચેન્દ્રિય છે” એવા સમાન શબ્દ વ્યવહારનું કારણ તેમજ ચઉરિદ્રિય કરતાં ઘણી અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે પંચેન્દ્રિય જાતિનામકર્મ કહેવાય.
અહીં એકેન્દ્રિયાદિ જાતિ એ કાર્ય છે અને એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મએ કારણ છે માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કાર્મણસ્કંધરૂપ કારણને એકેન્દ્રિયાદિ જાતિનામકર્મ કહ્યું છે. A तदो जत्तो कम्म कखंधादो जीवाणं भूओ सरिसत्त मुप्पज्जदे सो
મૂવંધો વારો વજુવાતો નાદ્રિ તિ મળે ! (ધવલા)
અર્થાઃ - “જે કર્મસ્કન્ધથી જીવોમાં અત્યન્ત સદૃશતા ઉત્પન્ન થાય છે તે કર્મ સ્કલ્પરૂપ કારણમાં કાર્યના ઉપચારથી કારણને જાતિનામકર્મ કહેવાય છે.”
૧૭૦
For Private and Personal Use Only