________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સંશી કે અસંજ્ઞી પંચેન્દ્રિયજીવ ચારે પ્રકારનું ગતિનામકર્મ પરાવર્તમાનપણે (વારાફરતી) બાંધતો હોવાથી આત્મા પર ચારે પ્રકારનાં ગતિનામકર્મના દલિકોનું અસ્તિત્ત્વ (સત્તા) છે. પરંતુ જે સમયે ચાલુ ભવનું આયુષ્ય પૂર્ણ થાય તે પછીના સમયે પરભવમાં જે આયુષ્યનો ઉદય શરૂ થાય તેની સાથે તે જ ગતિનામકર્મનો ઉદય શરૂ થઇ જાય છે. દા.ત. જો દેવાયુષ્યનો ઉદય શરૂ થાય તો તેની સાથે જ દેવગતિનામકર્મનો ઉદય શરૂ થઇ જાય. માટે દેવાદિ આયુષ્યકર્મની સાથે દેવાદિ ગતિનામકર્મ સહચારી છે.
એક ગતિમાં રહેલાં સર્વે જીવોને સુખદુઃખના સંયોગો એકસરખા મળતા નથી. દેવગતિમાં, ભવનપતિથી માંડીને અનુત્તર સુધીના દેવોને અનુક્રમે વધુ ને વધુ સુખની સામગ્રી પ્રાપ્ત થાય છે અને નરકગતિમાં, પહેલી નરકથી માંડીને સાતમી નરક સુધી અનુક્રમે વધુ ને વધુ દુઃખની સામગ્રી પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં પણ પંચેન્દ્રિય જાતિથી માંડીને એકેન્દ્રિય જાતિ સુધી અનુક્રમે અધિક અધિક દુઃખ યુક્ત સંજોગો પ્રાપ્ત થાય છે. મનુષ્યતિમાં પણ ન્યૂનાધિક પ્રમાણમાં સુખદુઃખ યુક્ત સંયોગો પ્રાપ્ત થાય છે.
આ રીતે ગતિનામકર્મ સુખદુઃખના ઉપભોગનું નિયામક (વ્યવસ્થાપક) છે. (૨) જાતિનામકર્મના ભેદનું સ્વરૂપઃ
જેમ થનઘોર વાદળથી સૂર્ય ઢંકાયેલો હોવા છતાં યત્કિંચિત્ પ્રકાશ ખુલ્લી હોય છે. તેમ ઘનઘાતી કર્મો દ્વારા આત્મા ઢંકાયેલો હોવા છતાં
સ્વલ્પ ચેતના શક્તિ અવશ્ય ખુલ્લી હોય છે. એટલે જે જે જીવોની સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો પહેલો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો બીજો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો ત્રીજો વિભાગ, તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો ચોથો વિભાગ અને તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતના શક્તિ ખુલી હોય તેવા જીવોનો પાંચમો વિભાગ એ રીતે દરેક સંસારી જીવની ચેતના શક્તિની વ્યવસ્થા મહાપુરુષોએ પાંચ વિભાગમાં કરી આપી હોવાથી, સમાન ચેતના શક્તિની વ્યવસ્થામાં કારણભૂત “જાતિ નામકર્મ’
૧૬૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private and Personal Use Only