________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરીરનામકર્મના ભેદનું સ્વરૂપ
લોકમાં શરીરધારી જીવો અનંતા છે. દરેક જીવના શરીર ભિન્ન ભિન્ન હોવાથી અનંતા શરીર છે. પરંતુ મહાપુરુષોએ કાર્યકારણાદિ સાદૃશ્યની દૃષ્ટિએ વર્ગીકરણ કરીને, તે સર્વેનો સમાવેશ પાંચ વિભાગમાં કરેલો હોવાથી શરીર પાંચ પ્રકારે કહ્યાં છે. (૧) ઔદારિકશરીરઃ- “ઉદાર” શબ્દને “ ” પ્રત્યય લાગીને ઔદારિક શબ્દ બન્યો છે. - ઉદાર=“શ્રેષ્ઠ”, “મોટું”, “સ્કૂલ”, “પ્રધાન”. (૧) જે શરીર શ્રેષ્ઠ હોય તે ઔદારિક કહેવાય.”
દા.ત. અનુત્તરવાસીદેવો કરતાં તીર્થકર કે ગણધર ભગવંતોનું શરીર અત્યંત તેજસ્વી હોવાથી શ્રેષ્ઠતાની અપેક્ષાએ તે શરીરને ઔદારિક કહ્યું છે. (૨) “જે શરીર મોટું હોય તે ઔદારિક કહેવાય.”
દા.ત. ઔદારિક શરીરની અવગાહના વધુમાં વધુ કાંઇક અધિક એક હજાર યોજન* હોવાથી તે બીજા શરીર કરતાં મોટું છે. તેથી તેને ઔદારિક કહ્યું છે. (૩) “જે શરીર ધૂલ હોય તે ઔદારિક કહેવાય.”
દા.ત. આ શરીર બીજા શરીરોની અપેક્ષાએ સ્કૂલ વર્ગણાનું બનેલું હોવાથી તેને ઔદારિક કહ્યું છે. (૪) “જે શરીર પ્રધાન હોય તે ઔદારિક કહેવાય.”
આ શરીર ચારિત્ર અને મોક્ષ પ્રાપ્તિનું કારણ હોવાથી પ્રધાન (મુખ્ય) છે. તેથી તેને ઔદારિક કહ્યું છે.
ઔદારિક શરીર એ ઔદારિક પુદ્ગલ સ્કંધોનું બનેલું છે તેનું કારણ ઔદારિક શરીરનામકર્મ છે તે કાર્મણáધાત્મક કર્મપ્રકૃતિ છે.
દારિકશરીરનામકર્મના ઉદયથી જીવ ઔદારિક શરીરને યોગ્ય પુલસ્કંધોને ગ્રહણ કરીને ઔદારિકશરીર બનાવે છે.
જો ઔદારિક શરીર નામકર્મ ન હોય તો ઔદારિક શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરી શકાતા ન હોવાથી ઔદારિક શરીર બનાવી શકાય નહીં. તિર્યંચ અને મનુષ્યને સાહજિક રીતે ઔદારિક શરીર હોય છે. A. પ્રત્યેક વનસ્પતિકાયના શરીરની અવગાહના કાંઈક અધિક એક હજાર યોજન છે.
- ૧૭૧
For Private and Personal Use Only