________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થાય છે. ક્ષાયિક યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થયા પછી અંતર્મુહૂર્તકાળમાં જ સર્વ ઘાતકર્મો નાશ પામતાં કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. એટલે યથાખ્યાતચારિત્રગુણ ઉત્પન્ન ન થાય ત્યાંસુધી કેવળજ્ઞાન ઉત્પન્ન થતું નથી. માટે “સર્વે કર્મોનો સમ્રાટ મોહનીય છે.” જેમ યુદ્ધમાંથી રાજા ભાગી જાય તો સર્વસૈનિકોને ભાગવું જ પડે તેમ મોહ જાય તો સર્વે કર્મોને વિદાય લેવી જ પડે માટે મોહનીયને રાજા કહ્યો છે. દૃષ્ટાંતથી ક્રોધ અને માનનું સ્વરૂપ
-રેજી-પુર-પધ્યય-રારિસો વધ્યો જો ! तिणिसलया कटट्ठिय सेलत्थंभोवमो माणो ॥ १९ ॥
जल-रेणु पृथिवी-पर्वतराजि सदृशश्चतुर्विधः क्रोधः।। तिनिशलता-काष्टा-स्थिक-शैलस्तम्भोपमो मानः ॥ १९ ॥ ગાથાર્થ –સંજ્વલનાદિ ૪ પ્રકારનો ક્રોધ અનુક્રમે પાણીની રેખા, રેતીની રેખા, પૃથ્વીની રેખા અને પર્વતની રેખા સમાન જાણવો. તથા સંજ્વલનાદિ ૪ પ્રકારનો માન અનુક્રમે નેતરની સોટી, કાષ્ટ, અસ્થિ અને પત્થરના સ્તંભ સમાન જાણવો.
વિવેચન :- ર્બોધ એટલે ગુસ્સો, કોપ, દ્વેષ, તર્જના, આક્રોશ, કલહ, વૈમનસ્ય, ઈર્ષ્યા, અસૂયા, મત્સર, ખેદ, બળતરિયો સ્વભાવ, ઉગ્રરોષ, હૈયાનો ઉકળાટ” વગેરે...... . (૧) જેમ પાણીમાં કરેલી લીટી જલ્દીથી ભૂંસાઈ જાય છે. તેમ જે ક્રોધ જલ્દીથી શાંત થઈ જાય તે સંજ્વલનક્રોધ કહેવાય.
(૨) જેમ રેતીમાં કરેલી લીટી પવનાદિ દ્વારા ભૂંસાઈ જાય છે. તેમ જ ક્રોધ થોડાં જ ઉપાયથી શાન્ત થઈ જાય તે પ્રત્યાખ્યાનીયક્રોધ કહેવાય.
(૩) સુકાઈ ગયેલાં તળાવમાં માટી ફાટી જવાથી પડેલી તડ, જેમ વરસાદ થવાથી પૂરાઈ જાય છે. તેમ જે ક્રોધ મુશ્કેલી શાન્ત થાય તે અપ્રત્યાખ્યાની ક્રોધ કહેવાય.
(૪) જેમ પર્વતમાં પડેલી તડ કોઈપણ રીતે પૂરાતી નથી. તેમ જે ક્રોધ જીવનના અંત સુધી કોઇપણ રીતે શાન્ત થતો નથી તે અનંતાનુબંધી-ક્રોધ કહેવાય.
૧૩૬
For Private and Personal Use Only