________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ્ ધાતુને પ્રેરકમાં મર્ પ્રત્યય લાગીને “નામ” શબ્દ બન્યો છે. નામ = નમાવનાર, “નામકર્મ = નમાવનારૂં કર્મ”
વાસ્તવિક રીતે આત્મા અરૂપી અર્થાત્ શરીરાદિના બંધનથી રહિત હોવા છતાં પણ નામકર્મની પરાધીનતાને કારણે પોતાની સ્વતંત્રતા છોડીને બધી જ બાબતમાં આત્માને નમવું પડે છે. “જેમ નાટક મંડળીનો નાયક નટને જે જે વેષ ધારણ કરવાનું કહે તે દરેક પ્રકારના વેષ ધારણ કરીને તેને અવશ્ય રંગમંડપમાં નાચવું પડે છે. અર્થાત્ નમવું પડે છે તેમ નામકર્મ, આત્માને જે જે રૂપી વાઘા [વેષ] પહેરાવે છે તે રૂપો અને તજજન્ય દેવાદિ નામોને ધારણ કરીને સંસારમંડપમાં નાચવું પડે છે. અર્થાત્ નમવું પડે છે એટલે આત્માને નમાવનાર કર્મને “નામકર્મ” કહ્યું છે.
અહીં “નમવું” એ કાર્ય હોવાથી કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને [અરૂપીગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને] નામકર્મ કહ્યું છે.
ચિત્રકાર જેવું નામકર્મ નામકર્મ ચિત્રકાર સરખું છે. જેમ ચિત્રકાર રંગબેરંગી જુદી જુદી જાતના સારાનરસા નિર્જીવ ચિત્રો બનાવે છે. તેમ નામકર્મ વિવિધ પ્રકારના શુભાશુભ [સારા
નરસા] સજીવચિત્રો બનાવે છે. માટે નામકર્મને ચિત્રકારની ચિત્રકાર જવું | ઉપમા સાર્થક છે.
આત્માનું અસલી સ્વરૂપ “અરૂપીપણું, અચલ સ્થિત + અવર્ણ + અગંધ + અરસ + અસ્પર્શ વગેરેના
સમૂહરૂપ છે.” તેથી અચલ સ્થિતિ વગેરેગુણોને ઢાંકનાર ' નામ કર્મ
કાર્મણસ્કંધો જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જતાં નામકર્મ
કુલ ૪ર પ્રકારે થાય છે. તેમાં “જે વિભાગ પેટાભેટવાળો હોય તેને પિંડપ્રકૃતિ કહેવાય છે.” અને “જે વિભાગ પેટાભેદ વગરનો હોય તેને પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે.” પ્રત્યેક પ્રકૃતિ ૨ પ્રકારે છે. (૧) સપ્રતિપક્ષ પ્રકૃતિ, (૨) અપ્રતિપક્ષ પ્રકૃતિ. (૧) “જે વિભાગ પ્રતિપક્ષ = વિરોધી પ્રકૃતિવાળો હોય તેને સપ્રતિપક્ષ પ્રકૃતિ કહેવાય.” દા. ત. ત્રસદશક-સ્થાવરદશક (૨) “જે વિભાગ પ્રતિપક્ષ પ્રકૃતિ વગરનો હોય તેને અપ્રતિપક્ષ = પ્રત્યેક પ્રકૃતિ કહેવાય.”
૧૫૪
For Private and Personal Use Only