________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુષ્યકર્મ બાંધતી વખતે કર્મદલિકોનો નિષેક- શિથિલ થયો હોય તો શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા અપવર્તના=સ્થિતિ ટૂંકી થઇ શકે છે માટે તેને શાસ્ત્રીય પરિભાષામાં અપવર્તનીય આયુષ્ય” કહે છે અને આયુષ્યકર્મ બાંધતી વખતે જો કર્મદલિકોનો નિષેક ગાઢ=નીરન્દ્ર થયો હોય તો આયુષ્યકર્મની શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા પણ અપવર્તના=સ્થિતિ ટૂંકી થઇ શકતી નથી માટે તેને શાસ્ત્રીય પરિભાષામાં “અનપવર્તનીય આયુષ્ય” કહે છે. એટલે કાલામુષ્ય. ૨ પ્રકારે છે. (૧) અપવર્તનીય, (૨) અનપવર્તનીય. (૩) અપવર્તનીય :- અપવર્તનીય આયુષ્ય સોપક્રમી હોય છે. ઉપક્રમ આયુષ્ય ઘટવાના નિમિત્તો
""
“જે આયુષ્યની શસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્ત દ્વારા અપવર્તના=સ્થિતિ ટૂંકી થાય તે સોપક્રમી અપવર્તનીય આયુષ્ય કહેવાય.' દા. ત. અપવર્તનીય આયુષ્ય ૧૦૦ વર્ષનું બાંધ્યું હોય પરંતુ ૫૦ મા વર્ષે ઉપક્રમ=આયુષ્ય ઘટાડી નાખે તેવા એકસીડન્ટાદિ કોઇક નિમિત્ત મળી જાય તો બાકી રહેલી ૫૦ વર્ષ પ્રમાણ આયુષ્યની સ્થિતિ ફૂંકાઇને અંતર્મુહૂર્ત પ્રમાણ પણ થઇ જાય છે એટલે ૫૦ વર્ષનું આયુષ્ય માત્ર અંતર્મુહૂર્તકાળમાં ભોગવાઇ જાય. જેમ ૧૦ મીટરનું દોરડું હોય તેને લાંબુ કરીને એક છેડો સળગાવવાથી આખું દોરડું બળતા ઘણીવાર લાગે. પણ તેને ગુંચળુ વાળીને આગ લગાવીએ તો એકાદ મિનિટમાં આખું દોરડું બળી જાય છે તેમ અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ=આયુષ્ય ઘટવાનું કોઇક નિમિત્ત મળી જાય તો શેષાયુ જલ્દી ભોગવાઇને ક્ષય થઈ જાય અનપવર્તનીયઃ- અનપવર્તનીય આયુષ્ય ૨ પ્રકારે છે. (૧) સોપક્રમી અનપવર્તનીય. (૨) નિરૂપક્રમી અનપવર્તનીય. (૧) જે અનપવર્તનીય આયુષ્યને આયુષ્યકર્મ પુરૂ થતી વખતે A. નિષેકની સમજુતિ માટે જુઓ કર્મગ્રન્થ બીજો.
“જે
B. વિશેષાવશ્યકભાષ્ય ૨૦૫૫ ગાથાની ટીકામાં કહ્યું છે કે અપવર્તનીય આયુષ્યને ઉપક્રમ લાગે જ એવો કોઇ નિયમ નથી. જો ઉપક્રમ લાગે તો આયુષ્ય ઘટી જાય અને ઉપક્રમ ન લાગે તો આયુષ્ય ન પણ ઘટે.
તત્ત્વાર્થસૂત્રના ભાષ્યમાં કહ્યું છે કે અપવર્તનીય આયુષ્યને અવશ્ય ઉપક્રમ લાગે.
૧૫૨
For Private and Personal Use Only