________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચનઃ- “સુખદુઃખના ઉપભોગને યોગ્ય જે અવસ્થા (પર્યાય)ની પ્રાપ્તિ તે ગતિ કહેવાય.” લોકમાં સુખદુઃખને ભોગવી શકાય એવા આશ્રય સ્થાનો ચાર હોવાથી ગતિ નામકર્મ ૪ પ્રકારે કહ્યું છે. (૧) દેવયોગ્ય સ્થાન (દેવલોક) ને વિષે જીવ પ્રાયઃ ઉગ્ન પુણ્ય ભોગવવા માટે શારીરિક અને માનસિક સુખવાળી જે અવસ્થા પ્રાપ્ત કરે છે. તે “દેવગતિ” કહેવાય. તેનું કારણ દેવગતિનામકર્મ છે.
અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર તીવ્રતમ શુભ રસયુક્ત કાર્મણ, સ્કંધોને દેવગતિનામકર્મ કહેવાય છે.”
દેવગતિનામકર્મના ઉદયથી જીવને દેવગતિની પ્રાપ્તિ થાય છે. (૨) મનુષ્ય લોકને વિષે જીવ પુણ્ય-પાપ ભોગવવા માટે શારીરિક કે માનસિક સુખદુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે “મનુષ્યગતિ” કહેવાય. તેનું કારણ મનુષ્યગતિ નામકર્મ છે.
(“અચલ સ્થિતિગુણને ઢાંકનાર તીવ્ર-મંદાદિ શુભ રસયુક્ત કાર્પણ સ્કંધોને મનુષ્યગતિનામકર્મ કહેવાય છે.”
મનુષ્યગતિ નામકર્મના ઉદયથી જીવને મનુષ્યગતિની પ્રાપ્તિ થાય છે. (૩) તિર્યંચ યોગ્ય ભૂમિને વિષે જીવ પાપ ભોગવવા માટે શારીરિક અને માનસિક દુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે. તે “તિર્યંચગતિ” કહેવાય છે. તેનું કારણ તિર્યંચગતિનામકર્મ છે.
અચલ સ્થિતિગુણને ઢાંકનાર મંદાદિ અશુભ રસયુકત કાર્મણસ્કંધોને તિર્યંચગતિ નામકર્મ કહેવાય છે.”
તિર્યંચગતિ નામકર્મના ઉદયથી જીવને તિર્યંચગતિની પ્રાપ્તિ થાય છે. (૪) નરકભૂમિને વિષે જીવ ઉગ્રપાપને ભોગવવા માટે શારીરિક અને માનસિક દુઃખ યુક્ત જે અવસ્થા પ્રાપ્ત કરે છે તે નરકગતિ” કહેવાય. તેનું કારણ નરકગતિનામકર્મ છે.
| “અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર અત્યંત તીવ્રતમ અશુભ રસ યુક્ત કાણ સ્કંધોને નરકગતિ નામકર્મ કહેવાય છે.”
નરકગતિ નામકર્મના ઉદયથી જીવને નરકગતિની પ્રાપ્તિ થાય છે. અહીં દેવગતિ વગેરે કાર્ય છે અને દેવગત્યાદિ નામકર્મ એ કારણ છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને અચલ સ્થિતિ ગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને (કારણને) દેવગત્યાદિ નામકર્મ કહ્યું છે.
૧૬૮
For Private and Personal Use Only