________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શકિત સ્વલ્પ અને પ્રાયઃ પરસ્પર સરખી છે. તેનાથી અધિક અને પ્રાયઃ પરસ્પર સરખી ચેતનાશકિત બેઈન્દ્રિયને હોય છે. ઈત્યાદિ સમાન ચેતનાશક્તિની વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે જાતિનામકર્મ કહેવાય.
પ્રશ્ન- જાતિનામકર્મને માનવાની શી જરૂર છે. કારણકે જીવોને જે જે દ્રવ્યેન્દ્રિય પ્રાપ્ત થાય છે. તેનું કારણ અંગોપાંગનામકર્મ અને ઇન્દ્રિયપર્યાપ્તિ નામકર્મ છે. અને ભાવેન્દ્રિયની પ્રાપ્તિનું કારણ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણકર્મનો ક્ષયોપશમ છે. માટે ઇન્દ્રિયની ઉત્પત્તિનું કારણ જાતિનામકર્મ નથી તો તેને માનવાની શી જરૂર?
ઉત્તર :- ઇન્દ્રિય ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યેન્દ્રિય, (૨) ભાવેન્દ્રિય, દ્રવ્યન્દ્રિયનાં ૨ પ્રકાર છે (૧) નિવૃત્તિ. (૨) ઉપકરણ તેમાં નિવૃત્તિરૂપ ઇન્દ્રિયનો મુખ્ય આધાર અંગોપાંગનામકર્મ છે. અને ઉપકરણેન્દ્રિયનો મુખ્ય આધાર ઇન્દ્રિય પર્યામિ નામકર્મ છે. એટલે દ્રવ્યેન્દ્રિયની પ્રાપ્તિ નામકર્મ પર અવલંબિત છે. ભાવેન્દ્રિય જ્ઞાનાવરણીય અને દર્શનાવરણના ક્ષયોપશમજન્ય છે. તેમજ દ્રવ્યેન્દ્રિય એ ભાવેન્દ્રિયને સહાયક બનતી હોવા છતાં બન્ને વચ્ચે સાહચર્ય કે કાર્યકારણભાવ સંબંધ ઘટતો નથી. કારણ કે વનસ્પતિ એક જ દ્રવ્યેન્દ્રિય ધરાવતી હોવા છતાં પાંચે ભાવેન્દ્રિયનો અલગ-અલગ વનસ્પતિની અપેક્ષાએ સદ્ભાવ શાસ્ત્રમાન્ય છે. તેથી વનસ્પતિમાં પાંચે ભાવેન્દ્રિયનો સંભવ હોવા છતાં તે એકેન્દ્રિય તરીકે વ્યવહાર પામે છે. અને આંધળા, બહેરા માનવને પાંચે ભાવેન્દ્રિય ન હોવા છતાં તે પંચેન્દ્રિયનો વ્યવહાર પામે છે. આ મુદ્દાથી નિશ્ચિત થાય છે કે એકેન્દ્રિયાદિના વ્યવહારમાં ભાવેન્દ્રિય કારણ નથી. તેમજ અંગોપાંગ નામકર્મનું કાર્ય નિવૃત્તિરૂપ ઇન્દ્રિયને બનાવવાનું છે. પણ કયારેક માનવને કર્મની વિચિત્રતાને કારણે આંખ, કાન વગેરે નિવૃત્તિરૂપ દ્રવ્યેન્દ્રિય મળતી ન હોવા છતાં તે પંચેન્દ્રિય કહેવાય છે. માટે પંચેન્દ્રિયના વ્યવહારનું કારણ અંગોપાંગ નામકર્મ નથી એ જ પ્રમાણે વ્યવસ્થામાં કારણભૂત જે કર્મ તે જાતિ નામકર્મ કહેવાય.” એમ કહેવું. એટલે વાંધો નહીં આવે કારણ કે હરિત્નાદિ જાતિ હીનાધિક ચૈતન્ય શક્તિની નિયામક નથી અને તિર્યકત્વનું પંચેનિયત્વની સાથેનું સાંકર્ય ન્યિાયશાસ્ત્ર પ્રસિદ્ધ જાતિનો બાધક એકદોષ બાધક છે તેથી નરકત્વાદિ એ જાતિ બની શકતી નથી.
[ન્યાયાચાર્યવૃત કર્મપ્રકૃતિટીકા પાઠ.૩]
૧૫૭
For Private and Personal Use Only