________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રિયપર્યામિનામકર્મનું કાર્ય ઇન્દ્રિયમાં સ્વસ્વ વિષયને પકડવાની શકિત પેદા કરવાનું છે પણ આંખ, કાન વગેરે ઉપકરણશકિતથી હણાયેલો માનવ પાંચે ઉપકરણેન્દ્રિયવાળો ન હોવા છતાં પંચેન્દ્રિય કહેવાય છે. તેથી પંચેન્દ્રિયાદિના વ્યવહારનું કારણ ઇન્દ્રિયપર્યામિ નામકર્મ નથી. એ જ પ્રમાણે એકેન્દ્રિયાદિના વ્યવહારનું કારણ ગતિનામકર્મ પણ નથી. કારણ કે ગતિનામકર્મ તો પંચેન્દ્રિય પશુથી માંડીને એકેન્દ્રિય પૃથ્વી સુધી બધાને તિર્યંચગતિ રૂપે ઓળખાવે છે. માટે અંગોપાંગાદિ નામકર્મ વડે પૃથ્વી, પાણી વગેરે જુદા જુદા પ્રકારના એકેન્દ્રિય જીવોમાં “આ એકેન્દ્રિય છે.” શંખ, કોડાદિ જુદા જુદા પ્રકારના બેઇન્દ્રિય જીવોમાં “આ બેઈન્દ્રિય છે.” ઈત્યાદિ સમાન શબ્દ વ્યવહાર સિદ્ધ થતો નથી. તેથી અન્નેક ભેદ-પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં આ “એકેન્દ્રિય છે.” આ “બેઈન્દ્રિય છે.” ઇત્યાદિ સમાનબોધ કરાવનારૂ કોક કર્મ હોવું જોઇએ. આ કો'ક એ જ જાતિનામકર્મ છે. એટલે અનેકભેદ -પ્રભેટવાળા એકેન્દ્રિયાદિ જીવોમાં “આ એકેન્દ્રિય છે.” “આ બેઈન્દ્રિય છે” ઈત્યાદિ સમાનબોધ અંગોપાંગાદિ નામકર્મ વડે અસાધ્ય હોવાથી જાતિનામકર્મ જન્ય છે. માટે જાતિનામકર્મને અવશ્ય માનવું જોઇએ.
' (૩) શરીર અને (૪) અંગોપાંગનામકર્મનું સ્વરૂપ - ગતિ નામકર્મ તો સ્વકર્માનુસારે જીવ સુખ-દુઃખને ભોગવી શકે એવા સ્થાને પહોંચાડી દે છે. પણ શરીર વિના જીવ સુખદુઃખને ભોગવે કેવી રીતે? કારણકે સુખ-દુઃખને ભોગવવાનું સાધન શરીર છે. તથા જીવન જીવવા માટે ઉપયોગી આહાર-વિહાર આદિ ક્રિયાનું સાધન શરીર છે માટે ઉત્પત્તિસ્થાને આવ્યા પછી જીવને શરીર અવશ્ય બનાવવું પડે છે. “જીવા આત્મપ્રદેશો જેમાં વિસ્તાર પામે તે તનુ “શરીર કહેવાય.” ઉત્પત્તિસ્થાને આવેલો જીવ શરીર નામકર્મ અને પર્યાપ્તિનામકર્મને લીધે પોતે જે આકાશપ્રદેશમાં રહેલો હોય તે જ આકાશપ્રદેશમાંથી શરીરને યોગ્ય પુદ્ગલો ગ્રહણ કરીને શરીર પર્યાતિ દ્વારા શરીરરૂપે પરિણાવે છે. પછી તે પુદ્ગલોમાંથી અંગોપાંગનામકર્મ શરીરના અંગોપાંગ બનાવે છે.
જો અંગોપાંગનામકર્મ ન હોય તો આપણું શરીર એક ગોળમટોળ દડાં જેવુ થાય પરંતુ તેમાં હાથ-પગ-માથુ વગેરે અવયવો ન ફૂટે કારણ કે અંગોપાંગ
૧૫૮
For Private and Personal Use Only