________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામકર્મના ૯૩, ૧૦૩ અને ૬૭ ભેદની સમજુતિ:अडवीसजुआ तिनवइ, संते वा पनरबंधणे तिसयं । बंधणसंघाय गहो, तणूसु सामन्नवण्णचउ ॥३०॥ अष्टाविंशतियुक्ता विनवतिः सति वा पञ्चदशबन्धनेत्रिशतम् । बन्धनसंघातग्रहस्तनुषु सामान्यवर्ण चतुष्कम् ॥३०॥
ગાથાર્થઃ- પૂર્વે કહેલી પાંસઠ પ્રકૃતિની સાથે અઠ્ઠાવીસ પ્રકૃતિ જોડવાથી ત્રાણું પ્રકૃતિ સત્તાની અપેક્ષાએ જાણવી. પંદર બંધનની વિવેક્ષા કરતાં ૧૦૩ પ્રકૃતિ થાય. બંધન અને સંઘાતનનો શરીરમાં સમાવેશ કરવાથી અને સામાન્યથી વર્ણ ચતુષ્ક ગ્રહણ કરીએ તો ૬૭ પ્રકૃતિ થાય. * વિવેચનઃ- પૂર્વોક્ત ગાથામાં ૧૪ પિંડપ્રકૃતિનાં કુલ ૬૫ પેટા ભેદ કહ્યાં છે. તેમાં ૮ પ્રત્યેક + ત્રણ દશક + સ્થાવર દશક = ૨૮ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની કુલ ૯૩ પ્રકૃતિ થાય છે અથવા ૧૪ પિંડપ્રકૃતિના ૬૫ પેટા ભેદ પૈકી ૫ બંધનને બદલે ૧૫ બંધન ગણવાથી પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટા ભેદ થાય છે. તેમાં ૮ પ્રત્યેક પ્રકૃતિ + ત્રણ દશક + સ્થાવર દશક = ૨૮ પ્રકૃતિ ઉમેરવાથી નામકર્મની કુલ ૧૦૩ પ્રકૃતિ થાય છે.
“નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ સત્તાની અપેક્ષાએ જાણવી.”
બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ એ બન્ને શરીરાશ્રિત છે. માટે શરીરનામકર્મથી બંધનનામકર્મ અને સંઘાતનનામકર્મ જુદા ન ગણતાં, તેનો સમાવેશ શરીરમાં કરી લેવાથી, ૧૫ બંધન + પ સંઘાતન = ૨૦ ભેદ અને સામાન્યથી પાંચ વર્ણનો એક વર્ણમાં, બે ગંધનો એક ગંધમાં, પાંચ રસનો એક રસમાં અને આઠ સ્પર્શનો એક સ્પર્શમાં સમાવેશ કરવાથી વર્ણાદિ નામકર્મના ૧૬ ભેદ મળીને કુલ ૩૬ ભેદ ૧૦૩ માંથી કાઢી નાંખતા નામકર્મની ૬૭ પ્રકૃતિ થાય છે.
“નામકર્મની ૬૭ પ્રકૃતિ બંધ, ઉદય અને ઉદીરણાની અપેક્ષાએ જાણવી.”
બન્ધ, ઉદય, ઉદીરણા અને સત્તાની અપેક્ષાએ કર્મ પ્રકૃતિઓની ભિન્ન ભિન્ન સંખ્યા:
इअ सत्तट्ठी बंधोदए अन य सम्ममीसया बन्धे । વંથુ સત્તા, વીસ-તુવીર-કુવનદં રૂા
૧૬૫
For Private and Personal Use Only