________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તે વખતે તેમાં વર્ણ, ગંધ, રસ અને કોમલાદિ સ્પર્શ ઉત્પન્ન થાય છે. તેનું કારણ વર્ણનામકર્મ, ગંધનામકર્મ, રસનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. “અવગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને વર્ણનામકર્મ કહેવાય.”
અગંધગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને ગંધનામકર્મ કહેવાય.” “અરસગુણને ઢાંકનાર કાર્યણ સ્કંધોને રસનામકર્મ કહેવાય.”
“અસ્પર્શગુણને ઢાંકનાર કાર્મણ સ્કંધોને સ્પર્શનામકર્મ કહેવાય.” (૧૩) આનુપૂર્વી નામકર્મનું સ્વરૂપઃ
જેમ બારીકતારની જાળીમાં આડા અને ઉભા તાર ગુંથાયેલા હોય છે. તેમ સંપૂર્ણલોકમાં આડી અને ઉભી જે આકાશ પ્રદેશની પંક્તિ કુદરતી જ છે. તે
આકાશ પ્રદેશની શ્રેણી” કહેવાય છે. જેમ રેલ્વગાડી પાટા ઉપર જ ચાલે છે. પાટા વિના ચાલી શકતી નથી તેમ જીવ આકાશ પ્રદેશની શ્રેણી ઉપર જ ચાલે છે. આકાશ પ્રદેશની શ્રેણી વિના જીવ ગતિ કરી શકતો નથી. એવો નિયમ છે.
“કાશ પ્રદેશની સમશ્રેણી (સીધી લાઇન)માં ચાલવું તે જુગતિ કહેવાય.” અને “વિષમશ્રેણીમાં ચાલવું તે વક્રગતિ કહેવાય.”
જો મરણસ્થાનથી ઉત્પત્તિ સ્થાન સમશ્રેણીમાં હોય તો, જીવ ઋજુગતિથી ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. તે વખતે જીવને આકાશ પ્રદેશની શ્રેણી પર ચાલવા માટે કોઈની મદદ લેવી પડતી નથી કારણ કે જયારે જીવ પૂર્વ શરીરથી છૂટો પડે છે. ત્યારે તેને પૂર્વ શરીર જન્યવેગ મળતો હોવાથી તે ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ સીધો જ ઉત્પત્તિ સ્થાને પહોંચી જાય છે. પણ “જો મરણ સ્થાનથી ઉત્પત્તિ સ્થાન વિષમશ્રેિણીમાં હોય તો, સમશ્રેણીએ ચાલતાં જીવને અટકાવીને વળાંકમાં ઉત્પત્તિ સ્થાન તરફ જતી આકાશ પ્રદેશની બીજી શ્રેણી પર ચઢાવવા માટે કોઈની મદદ લેવી પડે છે. એટલે સમશ્રેણિએ ચાલતાં જીવને અટકાવીને, વળાંકમાં ઉત્પત્તિસ્થાન તરફ જતી આકાશ પ્રદેશની શ્રેણિ પર લઈ જનારું જે કર્મ તે આનુપૂર્વી નામકર્મ કહેવાય.”
A. ઉત્પત્તિના પ્રથમ સમયથી જ શરીર, અંગોપાંગ, શરીરને યોગ્ય વર્ણાદિ, આકૃતિ, હાડકાની રચના (સંઘયણ) વગેરે કાર્યની શરૂઆત થઈ જાય છે. પરંતુ તે તે કાર્યની સમાપ્તિ કાલાન્તરે થાય છે.
૧૬૦
For Private and Personal Use Only