________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નામકર્મમાં “પિંડપ્રકૃતિ કુલ ૧૪ છે. “સપ્રતિપક્ષ પ્રકૃતિ કુલ...૨૦ છે.” [ત્રસદશક + સ્થાવરદશક] “પ્રત્યેક પ્રકૃતિ કુલ............. ૮ છે.” -- " નામકર્મના કુલ “૪૨” ભેદ થયા.
અથવા ૧૪ પિંડપ્રકૃતિના પેટાભેદ કુલ ૬૫ થતાં હોવાથી નામકર્મના “૬૫+૨૦ + ૮ = ૯૩ ભેદ” થાય છે. અથવા, બંધનમાં ૫ ભેદને બદલે ૧૫ ભેદ ગણવાથી ૧૪ પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટાભેદ થતા હોવાથી નામકર્મના “૭૫ + ૨૦ + ૮ = ૧૦૩ ભેદ” થાય છે.
૧૪ પિંડપ્રકૃતિના કુલ ૭૫ પેટાભેદમાંથી વર્ણ, ગંધ, રસ અને સ્પર્શના કુલ ૨૦ ભેદને બદલે સામાન્યથી વર્ણાદિ ૪ ભેદ ગણવાથી અને પ સંઘાતન તથા ૧૫ બંધનનો સમાવેશ ૫ શરીરમાં કરવાથી ૧૬ + ૬૦ = ૩૬ પ્રકૃતિ કાઢી નાખતા નામકર્મના “૩૯ + ૨૦ + ૮ = ૬૭” ભેદ થાય છે.
બંધ અને ઉદયમાં નામકર્મની ૬૭ પ્રકૃતિ હોય છે અને “સત્તામાં નામકર્મની ૯૩ અથવા ૧૦૩ પ્રકૃતિ હોય છે માટે નામકર્મના ૬૭, ૯૩ અને ૧૦૩ પ્રકાર કહ્યાં છે. પિંડપ્રકૃતિનું સ્વરૂપ गइ-जाइ- तणु उवंगा बंधण संघायणानि संघयणा । संठाण, वण्ण- गंध- रस फास- अणुपुव्वि विहगगई ॥२४॥
તિ-જાતિ-નૂ-પાનિ નશ્વર, સંપાતિના સંહનાનિ | સંસ્થાન-વ-ન્ય-રસ, અનુપૂર્વી-વિહરતઃ | ૨૪
ગાથાર્થ ગતિનામકર્મ, જાતિનામકર્મ, શરીરનામકર્મ, અંગોપાંગનામકર્મ, બંધનનામકર્મ, સંઘાતનનામકર્મ, સંઘયણનામકર્મ, સંસ્થાનનામકર્મ, વર્ણનામકર્મ, ગંધનામકર્મ,રસનામકર્મ, સ્પર્શનામકર્મ, આનુપૂર્વનામકર્મ અને વિહાયોગતિનામકર્મ એ ૧૪ પિંડપ્રકૃતિ છે.
વિવેચનઃ- (૧) ગતિનામકર્મનું સ્વરૂપ
આત્મા અચલસ્થિતિગુણનો માલિક છે. અચલસ્થિતિ એટલે સદાકાળને માટે એક જ સ્થાને એક જ અવસ્થામાં
૧૫૫
For Private and Personal Use Only