________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-ઉપક્રમકશસ્ત્રાદિ બાહ્ય કે રાગાદિ અત્યંતર નિમિત્તા પ્રાપ્ત થાય તે સોપક્રમી અનાવર્તનીય આયુષ્ય કહેવાય.”
યદ્યપિ અનપવર્તનીય આયુષ્યવાળાને મરણ સમયે ઉપક્રમ લાગતો હોવાથી ઉપક્રમ દ્વારા જીવ મૃત્યુ પામ્યો હોય એવું લાગે છે. પણ વાસ્તવિક રીતે ઉપક્રમ લાગ્યો ત્યારે આયુષ્યકર્મની સ્થિતિ પૂર્ણ થવાની તૈયારીમાં જ હતી એટલે ઉપક્રમ દ્વારા જીવને માત્ર કષ્ટ પડ્યું પણ ઉપક્રમને લીધે આયુષ્યની અપવર્તના થતી નથી. જે રીતે આયુષ્ય બાંધ્યું હોય તે જ રીતે ભોગવાય છે.
દા.ત અધૂકાચાર્યના ૫૦૦ શિષ્યો, ગજસુકુમાર, ઝાંઝરીયા મુનિ વગેરે અનપવર્તનીય આયુષ્યવાળા હતા. તેમને આયુષ્યકર્મ પુરૂ થવાની તૈયારીમાં જ ઉપક્રમ લાગ્યો હોવાથી તેના દ્વારા જીવને માત્ર કષ્ટ જ સહન કરવું પડ્યું છે, પણ ઉપક્રમ દ્વારા આયુષ્યકર્મની અપવર્તન થઈ નથી. (૨) “જે અનાવર્તનીય આયુષ્યને ઉપક્રમજનલાગેતેનિરૂપક્રમીઅનાવર્તનીય આયુષ્ય કહેવાય.” સ્વામી -દેવ, નારક, અઢીદ્વીપમાં રહેલા યુગલિકમનુષ્યો, તિર્યંચો તથા અઢીદ્વીપની બહાર રહેલા અસંખ્યાત વર્ષના આયુષ્યવાળા તિર્યંચો “નિરૂપક્રમીઅનાવર્તનીય આયુષ્યવાળા હોય છે અને ચરમશરીરી જીવો તથા ઉત્તમ પુરૂષો “નિરૂપક્રમી અનપવર્તનીય અને સોપક્રમી અનાવર્તનીય” એમ બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે. તે સિવાયના ગર્ભજ તિર્યંચ અને મનુષ્યો “અપવર્તનીય અને અનપવર્તનીય” એમ બન્ને પ્રકારના આયુષ્યવાળા હોય છે.
નામકર્મ
આત્મા અરૂપી ગુણનો માલિક છે. “જે વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને આકાર વગરનું હોય તે અરૂપી કહેવાય.” આત્મા વર્ણાદિ વગરનો હોવાથી અરૂપી છે. “અરૂપગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને નામકર્મ કહેવાય છે.”
નમ્ ધાતુનો અર્થ નમવું થાય છે. A. તત્વાર્થસૂત્ર:औपपातिकचरमदेहोत्तम पुरुषा असंरव्येयवर्षायुषो ऽनपवायुषः ॥ २।५२॥
૧૫૩
For Private and Personal Use Only