________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશોકાવસ્થા કર્મોદ્વારા ઢંકાયેલી હોવાથી જીવને પ્રિયવ્યક્તિ કે પ્રિયવસ્તુનો વિયોગ થતાં, અને અપ્રિય વ્યક્તિ કે અપ્રિયવસ્તુનો સંયોગ થતાં રડવું આવે, માથુ ફૂટે, ઊંડા નિશાસા નાંખે વગેરે લાગણીઓ ઉત્પન્ન થાય તે શાસ્ત્રીયપરિભાષામાં શોક કહેવાય છે. તેનું કારણ શોકનોકષાયમોહનીયકર્મ છે. નિમિત્ત વિના પણ ભૂતકાળમાં અનુભવેલાં દુ:ખદ પ્રસંગ યાદ આવી જતાં જીવ શોકાતુર બની જાય છે.
(૫) નિર્ભયતા ગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને ભય નોકષાય મોહનીયકર્મ કહેવાય છે.
નિર્ભયતા ગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને બીક લાગે છે.
જીવને ભય ઉત્પન્ન થવાના મુખ્ય નિમિત્તો સાત છે. (૧) મનુષ્યને દુષ્ટ કે ભયંકર મનુષ્યનો ભય તે ઇહલોકભય કહેવાય. (૨) મનુષ્યને પશુ વગેરેનો કે નકાદિનો ભય તે પરલોકભય કહેવાય. (૩) ચોર, ડાકુ ધન લૂંટી જશે એવો જે ભય તે આદાનભય કહેવાય. (૪) અગ્નિ, પાણી, વાહન વગેરેથી અકસ્માત થવાનો ભય તે અકસ્માતભય કહેવાય. (૫) નોકરીમાંથી છૂટો કરશે કે ધંધામાં નુકશાન જશે તો આજીવિકાનું શું થશે ? એવી જે બીક તે આજીવિકાભય કહેવાય. (૬) ઓચિંતુ હાર્ટફેલ થઇ જશે, માંદગી આવશે અને મરી જઈશ તો ? એવો ભય તે મૃત્યુભય કહેવાય. (૭) દુનિયામાં આબરૂ જશે, લોકો વાંકુ બોલશે એવો જે ભય તે અપયશભય કહેવાય.
આ રીતે સાત પ્રકારનાં નિમિત્તથી ભય ઉત્પન્ન થાય છે. તથા નિમિત્ત વિના પણ ઉપરોક્ત કોઈપણ પ્રકારનું સ્મરણ થઈ જવાથી ભયની લાગણી ઉત્પન્ન થાય છે. તેનું કારણ ભયનોકષાયમોહનીયકર્મ છે.
(૬) આત્માનો વાસ્તવિક સ્વભાવ અજુગુપ્સા છે.
જુગુપ્સા=તિરસ્કારવૃત્તિ, અજુગુપ્સા=તિરસ્કારવૃત્તિનો અભાવ
અજુગુપ્સાગુણ કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને સારી કે ખરાબ વસ્તુ પ્રત્યે તિરસ્કારભાવ પેદા થાય, દુર્ગંધી વસ્તુ દેખી મુખ બગડી જાય, સૂગ ચઢે,
A. ગુપ્ ધાતુને ગુ-તિજો-ગર્લા-ક્ષાન્તૌ સન્ (સિદ્ધહેમ.) ૩ । ૪ । ૫ સૂત્રથી, તિરસ્કાર અર્થમાં સન્ પ્રત્યયલાગીને જુગુપ્સા શબ્દ બન્યો છે.
૧૪૨
For Private and Personal Use Only