________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
S
શાસ્ત્રીય પરિભાષા મુજબ નવા આયુષ્યના ઉદયનો જે પ્રારંભ તે “જન્ય' કહેવાય છે. અને ચાલુ ભવના આયુષ્યના ઉદયની સમાપ્તિને મૃત્યુ કહેવાય. જન્મથી માંડીને મરણ સુધીનો જે કાળ તે જીવનકાલ અથવા આયુષ્ય કહેવાય છે.” તેનું કારણ આયુષ્યકર્મ છે.
અહીં જીવનકાલઆયુષ્ય એ કાર્ય હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધને [કારણને] આયુષ્યકર્મ કહ્યું છે.
બેડી સરખું આયુષ્યકર્મ T બડી જેવું
આયુષ્યકર્મ જીવને મર્યાદિતકાળપર્યન્ત દેવાદિ અવસ્થામાં કેદ કરી દેતું હોવાથી બેડી સરખું કહ્યું છે. જેમ પોલીસ ચોરાદિને પકડીને લોખંડની હાથકડી પહેરાવીને જેલમાં પૂરી દે છે ત્યારે તેને અપરાધની
સજા ભોગવવા મર્યાદિતકાળ પર્યન્ત અવશ્ય જેલમાં પૂરાઈ રહેવું પડે છે. તેમ આયુષ્યકર્મ આત્માને પકડીને શરીરરૂપી જેલમાં પૂરી દે છે. પછી જ્યાં સુધી આયુષ્ય કર્મની મુદત પૂરી ન થાય ત્યાં સુધી જીવને અવશ્ય શરીરમાં પૂરાઈ રહેવું પડે છે. ક્યારેક અખૂટ ધનસંપત્તિ કે અનુકૂળ પરિવારાદિનો સંયોગ થતાં જીવને તે સ્થળે વધુ રોકાવાની ઇચ્છા હોય તો પણ આયુષ્યકર્મની મુદત પૂરી થતા અર્ધભુક્ત અવસ્થામાં જ સગાવહાલાં, ધનસંપત્તિ કે પૌલિક સુખોને છોડીને ચાલ્યા જવું પડે છે. તો ક્યારેક અનિષ્ટ પદાર્થનો સંયોગ કે વ્યાધિગ્રસ્ત શરીર વગેરેને કારણે શરીરરૂપી જેલમાંથી જીવ જલ્દી છૂટો થવા મહેનત કરે તો પણ જ્યાં સુધી આયુષ્યકર્મની મુદત પૂરી ન થાય ત્યાં સુધી જીવને શરીરરૂપી કેદમાંથી મુકિત મળતી નથી. માટે આયુષ્ય કર્મને બેડીની ઉપમા આપી છે. તેમાં પણ,
લોખંડની બેડી સરખું તિર્યંચાયુષ્ય છે.” A. શાસ્ત્રમાં હડિનો અર્થ કાણા વગેરેવાળું લાકડાનું પાટીયું કર્યો છે. જેમ કાણા વગેરેવાળુ લાકડાનું પાટીયું જમીન પર મૂકીને તેમાં ગાંડા માણસનો એક પગ ફસાવી દેવામાં આવે છે. તેથી તે માણસ ભાગી જવાની શક્તિવાળો હોવા છતાં પણ ભાગી શકતો નથી તેમ આયુષ્યકર્મ જીવને શરીરમાં ફસાવી દેતું હોવાથી જ્યાં સુધી વિવક્ષિત આયુષ્યકર્મનો ક્ષય ન થાય ત્યાં સુધી જીવ શરીરમાંથી છૂટી (ભાગી) શકતો નથી.
૧૪૮
For Private and Personal Use Only