________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તથા મોટામોટા જંગલો, પર્વતાદિ કુદરતી રીતે જ ગોઠવાયેલા છે તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગ પોતાના મુખ, માથું વગેરે અવયવો જમીન તરફ વાંકા=નીચા રાખીને સંપૂર્ણ જીવન વ્યવહાર ચલાવતો હોવાથી તે તિર્યંચો કહેવાય છે. જેમકે ઘોડા, હાથી, અજગર, માછલા વગેરે પ્રાણીવર્ગ પોતાનું માથું, મુખ વિગેરે અવયવો નીચા રાખીને ચાલે છે. તેથી તે તિર્યંચો કહેવાય છે. એ “તિર્યંચના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે તિર્યંચાયુષ્ય કહેવાય છે. તેનું કારણ તિર્યંચાયુષ્યકર્મ છે.
“અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર મંદશુભરસયુક્ત કાર્મણસ્કંધોને તિર્યંચાયુષ્યકર્મ કહેવાય છે.”
(૪) લોકના નીચેના ભાગમાં ૭ રાજલોક પ્રમાણ ક્ષેત્રમાં કુદરતી જ અત્યંત પીડાકારી અશુભ દ્રવ્યોથી ભરપુર નારકાવાસો છે.તેમાં ઉત્પન્ન થનાર પ્રાણીવર્ગને “નારકો” કહેવાય છે. એ “નારકના શરીરમાં જીવને જેટલો સમય રહેવું પડે તે નરકાયુષ્ય કહેવાય છે. તેનું કારણ નરકાયુષ્યકર્મ છે.” “અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર તીવ્રતમ અશુભરસયુક્ત કાર્માસ્કંધોને નરકાયુષ્યકર્મ કહેવાય છે.”
અહીં દેવાદિ આયુષ્ય એ કાર્ય હોવાથી, કારણમાં કાર્યનો ઉપચાર કરીને અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને (કારણને) દેવાદિ આયુષ્યકર્મ કહ્યું છે.
દેવાદિ ૪ આયુષ્યમાંથી એકજીવ સ્વપરિણામાનુસારે કોઈપણ એકજ આયુષ્ય બાંધી શકે છે. “આયુષ્યકર્મ ભવમાં એક જ વાર બંધાય છે.” (દેવ નારકો પોતાના આયુષ્યના ૬ માસ બાકી રહે ત્યારે પરભવનું આયુષ્ય બાંધે છે. અને ગર્ભજ તિર્યંચો તથા મનુષ્યો સ્વાયુષ્યનો ત્રીજો ભાગ, નવમો ભાગ, ૨૭ મો ભાગે કે અંતર્મુહૂર્તકાળ બાકી રહે ત્યારે આવતા ભવનું આયુષ્ય બાંધે છે. A. તિરોત્ત-છત્તીતિ વિર્ય:
જે તિણૂકવાંકુ અથાતું નીચું મુખ રાખીને ચાલે તે તિર્યંચો કહેવાય. આવ્યુત્પત્તિ અર્થ છે. વ્યુત્પત્તિ અર્થ સર્વત્ર ઘટતો ન હોવાથી એકેન્દ્રિયાદિમાં આ અર્થ સંગત થતો નથી. B. અત્યંત પાપ કરનાર મનુષ્યો અને તિર્યંચોને જે બોલાવે તે નરકાવાસ કહેવાય. c. તૃતિયે નવમે સતવંશમા નિગાયુવ:
વન્તિ પર જન્મયુરન્તયે વીસ્તમુહૂર્ત.૮૮ દ્રિવ્યલોક પ્રકાશ સર્ગ-૨]
૧૫૦
For Private and Personal Use Only