________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘાતકર્મની ૪૭+ર વે.+૨ ગોત્ર+૨૭ નામકર્મ-૭૮ પ્રકૃતિ જીવવિપાકી પુગલવિપાકી ભવવિપાકી ક્ષેત્રવિપાકી કુલ
૭૮ + ૩૬ + ૪ + ૪ = ૧૨૨ વિપાકને આશ્રયીને કુલ ૧૨૨ કર્મપ્રકૃતિ છે.
| આયુષ્યકમ
આયુષ્યકર્મ અને નામકર્મનું સ્વરૂપ તથા તેના ભેદ :
સુરત-તિર રાગ, હરિ નામને વિત્તિને ! बायाल-तिनवइविहं, तिउत्तरसयं च सत्तट्ठी ॥ २३ ॥ સુર-નર-તિર્થ-નરાયુર્વવિદિશં નામ ત્રિસમન્ ! द्विचत्वारिंशत्-त्रिनवतिविधं व्युत्तरशतं च सप्तषष्टिः ॥२३॥
ગાથાર્થ :- દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકનું આયુષ્ય બેડી સરખું છે. નામકર્મ ચિતારા સરખું છે. તે ૪ર-૯૩-૧૦૩ તથા ૬૭ પ્રકારે છે. વિવેચન :- આત્મા અક્ષયસ્થિતિગુણનો માલિક છે.
અક્ષયસ્થિતિ = અક્ષયજીવન. અક્ષયજીવન એટલે સદાકાળ માટે જન્મમરણથી રહિત જીવન જીવવું. આત્માનો મૂળસ્વભાવ સદાકાળ માટે જન્મમરણથી રહિત જીવન જીવવાનો હોવાથી આત્માનું અસલી સ્વરૂપ અક્ષય (અનંત) સ્થિતિ છે. “અક્ષયસ્થિતિગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને આયુષ્યકર્મ કહેવાય છે”
અનાદિકાળથી આત્માનું અક્ષયસ્થિત્યાત્મક અસલી સ્વરૂપ આયુષ્યકર્મ દ્વારા ઢંકાયેલું હોવાથી ક્ષયસ્થિત્યાત્મક નકલી સ્વરૂપ પ્રગટ થયું છે.
અહીં સ્થિતિનો અર્થ ભવસ્થિતિ એટલે સીમિત જીવન કરવો.
સીમિતજીવનને લીધે જન્મમરણનું ચક્ર ચાલ્યા કરે છે. એટલે વાસ્તવિક રીતે, આત્મા અક્ષયજીવનવાળો હોવા છતાં પણ આયુષ્યકર્મને લીધે જન્મ જરા-મરણ-સીમિતજીવનરૂપ નકલી સ્વરૂપ બહાર દેખાય છે.
ચાલુ ભવનું સ્થૂલશરીર છોડવાની ક્રિયાનું નામ “મરણ” છે અને બીજા ભવમાં નવું શરીર બનાવવાની ક્રિયાનું નામ “જન્મ” છે.
૧૪૭
For Private and Personal Use Only