________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
-: ઘાતી અઘાતી કર્મનું સ્વરૂપ ઃ
(૧) “જે કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત કરે તે ઘાતીકર્મ કહેવાય.” જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, મોહનીય, અને અંતરાય એ ૪ કર્મ આત્માના અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર અને અનંતવીર્યગુણનો ઘાત કરતા હોવાથી ઘાતીકર્મ કહેવાય છે. તે ૨ પ્રકારે છે. (૧) સર્વઘાતી. (૨) દેશઘાતી.
(૧) જે કર્મપ્રકૃતિ જ્ઞાનાદિગુણનો સર્વાંશે ઘાત કરે તે “સર્વઘાતી’
કહેવાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જે કર્મપ્રકૃતિ જ્ઞાનાદિગુણનો આંશિક ઘાત કરે તે “દેશઘાતી” કહેવાય.
(૨) “જે કર્મ આત્માના જ્ઞાનાદિ ગુણનો ઘાત ન કરે તે અઘાતીકર્મ કહેવાય’
વેદનીય, આયુષ્ય, નામકર્મ અને ગોત્રકર્મ અઘાતી કહેવાય.
-: વિપાક આશ્રયી કર્મપ્રકૃતિના ૪ પ્રકાર :
(૧) “જે કર્મપ્રકૃતિના ફળને જીવ પુદ્ગલદ્વા૨ા અનુભવે તે પુદ્ગલવિપાકી કહેવાય'' શરીર-૫, ઉપાંગ-૩, સંસ્થાન-૬, સંઘયણ-૬, વર્ણાદિ-૪, તથા જિનનામ અને શ્વાસોચ્છવાસ વિના પ્રત્યેક પ્રકૃતિ-૬, પ્રત્યેક, સાધારણ, સ્થિરઅસ્થિર, શુભ-અશુભ એમ કુલ ૩૬ પ્રકૃતિ પુદ્ગલ વિપાકી છે.
(૨) દેવાદિ આયુષ્યકર્મના ફળનો અનુભવ દેવાદિ-૪ ભવમાં થતો હોવાથી તે ‘ભવવિપાકી'' કહેવાય છે.
(૩) દેવાદિ ૪ આનુપૂર્વીનો ઉદય કેવળ આકાશક્ષેત્રમાં જ થતો હોવાથી તે ક્ષેત્રવિપાકી' કહેવાય છે.
– (૪) ‘“જે કર્મપ્રકૃતિના ફળનો અનુભવ સીધો જીવને થાય તે જીવિપાકી કહેવાય.” ઘાતીકર્મો, આત્માની સાથે તાદાત્મ્ય સંબંધથી રહેલા જ્ઞાનાદિ ગુણોનો ઘાત કરતા હોવાથી તેની અસર સીધી જીવ પર થાય છે. માટે તે કર્મ પ્રકૃતિ જીવ વિપાકી કહેવાય. તથા વેદનીયકર્મ અને ગોત્રકર્મની પ્રકૃતિ જીવવિપાકી છે. તેમજ નામકર્મની ઉપરોક્ત ૩૬+૪=૪૦ સિવાયની બાકીની જીવ વિપાકી છે.
૧૪૬
For Private and Personal Use Only