________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લીંડીના અગ્નિ જેવો છે. જેમ બકરીની લીંડી સળગાવ્યા પછી એની ગરમી વધતી જાય છે. તેમ પુરુષના કરસ્પર્શાદિથી સ્ત્રીનો કામાગ્નિ વધતો જાય છે. અને પુરુષના કરસ્પર્શદ વિના સ્ત્રીનો કામાગ્નિ રાખથી ઢાંકેલા અગ્નિસમાન મંદ હોય છે.
(૨) “અવેદી અવસ્થાને ઢાંકનાર મંદરસયુક્ત કાર્યણસ્કંધોને પુરુષવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.’
જેમ કફના પ્રકોપથી ખાટી વસ્તુ ખાવાનું મન થાય છે. તેમ પુરુષવેદનાં ઉદયથી પુરુષને સ્ત્રી પ્રતિ વિષયાભિલાષા થાય છે. પુરુષવેદનો ઉદય તૃણના અગ્નિ સમાન છે. જેમ ઘાસનો અગ્નિ એકદમ ભભુકી ઉઠે છે. અને જલ્દી શાંત થઈ જાય છે. તેમ પુરુષવેદના ઉદયથી પુરુષને સ્રીપ્રતિ અધિક ઉત્સુકતા થાય છે. અને સ્ત્રીસેવન પછી ઉત્સુકતા તરત જ શમી જાય છે. (૩) અવેદી અવસ્થાને ઢાંકનાર તીવ્રતમરસયુક્ત કાર્યણસ્કંધોને નપુંસકવેદનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.
જેમ પિત્ત અને કફના પ્રકોપથી ખાટા-મીઠા, પદાર્થ ખાવાની ઇચ્છા થાય છે. તેમ નપુંસકવેદના ઉદયથી જીવને સ્ત્રી અને પુરુષ બન્ને પ્રતિ વિષયાભિલાષા થાય છે. નપુંસકવેદનો ઉદય નગરના દાહ સમાન છે. જેમ નગરમાં આગ લાગ્યા પછી આખુ નગર બળતા ઘણો સમય લાગે છે અને તે આગને બુઝવવામાં પણ ઘણો સમય લાગે છે. તેમ નપુંસકવેદના ઉદયથી ઉત્પન્ન થયેલી વિષયાભિલાષા લાંબા સમય સુધી શાંત થતી નથી અર્થાત્ વિષયસેવનથી પણ તૃપ્તિ થતી નથી.
અહીં અવેદી અવસ્થાને ઢાંકનાર કાર્યણસ્કંધો એ કારણ છે. તેનું કાર્ય પોતાની વિજાતીય પ્રતિ વિષયાભિલાષાનું વેદન છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને કારણને પુરુષવેદાદિ નોકષાયમોહનીયકર્મ કહ્યું છે.
આ પ્રમાણે, ૩ વેદ અને હાસ્યાદિષટ્ક મળીને નોકષાયમોહનીયકર્મ કુલ નવ પ્રકારે થાય છે. તે કષાયોની સાથે પોતાનો વિપાક બતાવવા દ્વારા અથવા કષાયોને પ્રેરણા કરવા દ્વારા ચારિત્રમાં મુંઝવણ ઉભી કરતાં હોવાથી તેને નોકષાયચારિત્રમોહનીયકર્મ કહ્યું છે.
કષાયમોહનીયકર્મના ૧૬ પ્રકાર અને નોકષાયમોહનીયકર્મના ૯ પ્રકાર મળીને ચારિત્રમોહનીયકર્મ કુલ ૨૫ પ્રકારે છે. દર્શનમોહનીયકર્મના ૩ પ્રકાર અને ચારિત્ર મોહનીયકર્મના૨૫ પ્રકાર મળીને મોહનીયકર્મ કુલ ૨૮ પ્રકારે કહ્યું.
૧૪૪
For Private and Personal Use Only