________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગંભીરતાદિ ગુણોનાં એકીકરણથી સ્થિરતાનુણ પ્રગટે છે. માટે સ્થિરતા ગુણ જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જવાથી, તેને ઢાંકનાર કાર્માસ્કંધો પણ જુદા જુદા વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં, (૧) “ગંભીરતા ગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને હાસ્યનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
ગંભીરતાનુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને કોઈપણ નિમિત્ત મળતાં કે નિમિત્ત વિના પણ હસવું આવી જાય છે.
સનિમિત્ત એટલે હાસ્યાસ્પદ ચેષ્ટા જોઈને હસવું આવે,
નિમિત્ત વિના એટલે હસવું આવે તેવું કોઈપણ કારણ સામે ન હોય, પરંતુ ભૂતકાળનો કોઈ પ્રસંગ યાદ આવી જવાથી હસવું આવી જાય તે શાસ્ત્રીય પરિભાષામાં “હાસ્ય” કહેવાય. તેનું કારણ હાસ્યનોકષાય મોહનીયકર્મ
(૨) ઉદાસીનતાગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને રતિ નોકષાયમહનીયકર્મ કહેવાય છે.”
ઉદાસીનતાગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને અનુકૂળ સામગ્રી મળતાં પ્રીતિ-આનંદની લાગણી ઉત્પન્ન થાય તે શાસ્ત્રીયપરિભાષામાં “રતિ” કહેવાય છે. તેનું કારણ રતિનોકષાયમોહનીયકર્મ છે. (૩) સહજાનંદગુણને ઢાંકનાર કાર્મણસ્કંધોને અરતિનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.
સહજાનંદગુણ કર્મોદ્વારા ઢંકાયેલો હોવાથી, જીવને પ્રતિકૂળ સામગ્રી મલતાં અપ્રીતિ ઉત્પન્ન થાય તે શાસ્ત્રીય-પરિભાષામાં “અરતિ” કહેવાય છે. તેનું કારણ અરતિનોકષાય મોહનીયકર્મ છે.
નિમિત્ત વિના પણ પ્રિય-અપ્રિયના સ્મરણથી જીવને પ્રીતિ-અપ્રીતિની લાગણી ઉત્પન્ન થાય છે. (૪) અશોકાવસ્થાને ઢાંકનાર કાર્મણસ્કંધોને શોકનોકષાયમોહનીયકર્મ કહેવાય છે.
૧૪૧
For Private and Personal Use Only