________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“માન
એટલે ગર્વ, અહંકાર, અભિમાન, દર્પ, અનમતા, અક્કડતા’ વગેરે (૧) જેમ નેતરની સોટી સહેલાઈથી વળી જાય છે. તેમ જલ્દીથી દૂર થઈ શકે એવા અહંકારને સંજ્વલનમાન કહેવાય છે.
(૨) જેમ કાષ્ટ=લાકડું પાણીમાં પલાળીને મુશ્કેલીથી વાળી શકાય છે. તેમ મુશ્કેલીથી દૂર થઈ શકે એવા અહંકારને પ્રત્યાખ્યાનીયમાન કહેવાય છે.
(૩) જેમ અસ્થિ=હાડકું ઘણાં ઉપાયો દ્વારા મહામુશ્કેલીથી વાળી શકાય છે. તેમ ઘણા ઉપાયે, મહામુશ્કેલીથી દૂર થઈ શકે એવા અહંકારને પ્રત્યાખ્યાનીયમાન કહેવાય છે.
(૪) જેમ પત્થરનો થાંભલો સેંકડો ઉપાયો કરવા છતાં પણ વળતો નથી તેમ સેંકડો ઉપાયો કરવા છતાં પણ દૂર ન થઈ શકે એવા અહંકારને અનંતાનુબંધીમાન કહેવાય છે.
દૃષ્ટાંતથી માયા અને લોભનું સ્વરૂપ :
માયાવત્તેહિ-ગોમુત્તિ-મંસિંગ-ચળવસિમૂલસમાં । તોહો નિદ્દ-સંનળ-મ-િિમાસામાળો ॥૨૦॥
માયાવત્તેવિા-પોમૂત્રિા-મેષશુ-ધનવંશીમૂનસમા ।
ભોમો હરિદ્રા-વાન-મ-મિસમાનઃ ॥ ૨૦ ॥ ગાથાર્થ :- સંજ્વલનાદિ ૪ પ્રકારની માયા અનુક્રમે ઈદ્રધનુષ્યની રેખા, ગોમૂત્રિકાની ધાર, ઘેટાનું શીંગડું, અને કઠણ વાંસના મૂળિયા સરખી જાણવી. તથા સંજ્વલનાદિ ૪ પ્રકારનો લોભ અનુક્રમે હળદળનો રંગ, દિવાની મેષ, ગાડાની મરી અને કીરમજીરંગ સમાન જાણવો.
વિવેચન :- “માયા એટલે વક્રતા, કુડ, કપટ, દંભ, દગો, છેતરપિંડી કુટિલતા” વગેરે.....
(૧) જેમ આકાશમાં થતી ઇંદ્રધનુષ્યની રેખા જલ્દીથી નાશ પામી જાય
છે. તેમ જલ્દીથી નાશ પામી જાય એવી માયાને સંજ્વલનમાયા કહેવાય છે.
(૨) જેમ રસ્તામાં ચાલતાં બળદની વાંકીચૂકી પડેલી મૂત્રરેખા
૧૩૭
For Private and Personal Use Only