________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) “સમ્યગ્દર્શનગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી કષાયમોહનીયકર્મ કહેવાય છે.”
-સમ્યગુદર્શનગુણ તીવ્રતમ રસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી જીવ અજ્ઞાનદશામાં મજેથી કરાતી હિંસાદિ-પાપપ્રવૃત્તિમાં રાચ્યો-માઓ રહે છે તે વખતે અનંતકાળ સુધી સંસારમાં રખડાવનારો (અનંત અનુબંધવાળો) કર્મબંધ થતો હોવાથી તેને અનંતાનુબંધી કષાય કહેવાય છે. તે ૪ પ્રકારે
(૧) “ક્ષમાગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી ક્રોધકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
- ક્ષમાગુણ તીવ્રતમ રસયુક્તકર્મધારા ઢંકાઈ જવાથી જીવને આત્મિક વિકાસમાં સહાયકતત્ત્વની તરફ અત્યંત ગુસ્સો-દ્વેષ થઈ જાય છે. તદુપરાંત પોતાની કોઇપણ ચીજ જો કોઈ ઝુંટવી લે, ચોરી જાય તો મોંઢ લાલચોળ થઈ જાય, મારૂં કે મરી જાવું એવો આવેશ આવી જાય, તેના એવા દઢ સંસ્કાર પડી જાય કે અનંતભવ સુધી તેની પરંપરા ચાલે છે. માટે તે “અનંતાનુબંધી ક્રોધ” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી ક્રોધકષાય મોહનીય કર્મ છે. (૨) “નમ્રતાનુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી માનકષાય મોહનીયકર્મ કહેવાય છે.”
નમ્રતાનુણ તીવ્રતમ રસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારક ભૌતિક સામગ્રી મલી જતાં, એવો અહંકાર આવી જાય છે કે મારા જેવો શ્રીમંત કોઈ જ નથી. બધા મને સલામ ભરે, સલામ ન ભરનારને પાયમાલ કરી નાખું, આવા ભયંકર અહંકારને “અનંતાનુબંધી માન” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી માનકષાય મોહનીયકર્મ છે. (૩) “સરલતાગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુકત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી માયાકષાયમોહનીયકર્મ કહેવાય છે.”
સરલતાગુણ તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધો દ્વારા ઢંકાઈ જવાથી જીવ આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારક વસ્તુની પ્રાપ્તિ માટે છેલ્લામાં છેલ્લી
૧૩૦
For Private and Personal Use Only