________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નમ્રતાનુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઈપણ સારી ચીજ મલી જતાં અહંકાર આવી જાય છે તે “અપ્રત્યાખ્યાનીય માન” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીયમાનકષાયમોહનીયકર્મ છે.
(૩) “સરલતાગુણને ઢાંકનાર તીવ્રતરરસયુક્ત કાર્મણસ્કંધોને અપ્રત્યાખ્યાનય માયાકષાય મોહનીયકર્મ કહેવાય છે.”
સરલતાગુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઇપણ વસ્તુની પ્રાપ્તિ માટે કપટીયુક્તિનો આશરો લેવો પડે તે “અપ્રત્યાખ્યાની માયા” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય માયાકષાયમોહનીયકર્મ છે. --(૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રતર રસયુક્ત કાર્મ સ્કંધોને અપ્રત્યાખ્યાનીય લોભકષાય મોહનીયકર્મ કહેવાય છે.”
સંતોષગુણ તીવ્રતરરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, જીવને ઉપયોગી કે અનુપયોગી કોઈપણ વસ્તુ ઉપર મમત્વ, આસક્તિ કે તૃષ્ણા જન્મે છે. તે “અપ્રત્યાખ્યાનીય લોભ” કહેવાય. તેનું કારણ અપ્રત્યાખ્યાનીય લોભકષાય મોહનીયકર્મ છે.
અપ્રત્યાખ્યાન કષાય દ્વારા દેશવિરતિગુણ ઢંકાઈ જાય છે. માટે જીવ અલ્પ પણ હિંસાદિ-પાપપ્રવૃત્તિનો ત્યાગ કરી શકતો નથી. પરંતુ સમ્યક્ત્વગુણ ઢંકાતો નથી. તેથી જીવને સર્વજ્ઞભગવંતોના વચન ઉપર અચલશ્રદ્ધા હોય છે. સંસાર તથા પાપતત્ત્વને છોડવા લાયક (ય) માને છે. છોડવાની તીવ્ર ઇચ્છા છે પરંતુ અપ્રત્યાખ્યાનીય કષાયોદયને લીધે છોડી શકતો નથી. પણ પાપ પ્રવૃત્તિ દુ:ખાતા હૃદયે-પશ્ચાત્તાપપૂર્ણ હૃદયે કરે છે. જેમ એસી.ડી.ટી.નો દર્દી તેલ, મરચુ કુપથ્ય છે. ખવાય નહીં એમ જાણે છે, માને છે. છોડવાની તીવ્ર ઇચ્છા છે. પરંતુ જમતી વખતે ફીકું ભાવતું નથી માટે તેલ-મરચાવાળી વસ્તુ ખાઈ લે છે. તેમ સમ્યગ્દષ્ટિ સંસાર તથા પાપને હેય માને છે. પણ અપ્રત્યાખ્યાનીય કષાયોદયને લીધે અલ્પ પણ પાપપ્રવૃત્તિને છોડી શકતો નથી માટે તેને અવિરતિ સમ્યગુદૃષ્ટિ કહેવાય છે. તેનામાં વિરતિ (ચારિત્ર) નથી પરંતુ સમ્યગુદર્શન ગુણ અવશ્ય હોય છે.
૧૨૯
For Private and Personal Use Only