________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ, તે વ્યક્તિના આત્મામાં ૪ માસ સુધી રહીને, ચૌમાસી પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઈપણ નિમિત્તે નાશ પામે તો, તે પ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય. તે સંવલનક્રોધ કરતાં તીવ્ર હોવાથી ૪ માસ સુધી રહી શકે. પરંતુ તે ૪ માસ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. ૧૬માં દિવસે પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ ૪ માસ સુધી રહી શકે. પછી અવશ્ય નાશ પામે.
(૩) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી જો તે ક્રોધ, તે વ્યક્તિના અંતઃકરણમાં એક વર્ષ સુધી રહીને, સાંવત્સરિક-પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઇપણ નિમિત્તે નાશ પામે તો, તે અપ્રત્યાખ્યાનીય ક્રોધ કહેવાય. તે પ્રત્યાખ્યાની ક્રોધ કરતાં વધુ તીવ્ર હોવાથી એક વર્ષ સુધી રહી શકે પરંતુ તે એક વર્ષ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. પાંચમા માસની શરૂઆતમાં પણ નાશ પામી જાય પરંતુ વધુમાં વધુ એક વર્ષ સુધી રહી શકે પછી અવશ્ય નાશ પામે.
(૪) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ, તે વ્યક્તિના અંતઃકરણમાંથી જીંદગી સુધી ન જાય તો, તેને અનંતાનુબંધી ક્રોધ કહેવાય. તે અપ્રત્યાખ્યાનીય ક્રોધ કરતાં પણ અત્યંત તીવ્ર હોવાથી જીંદગી સુધી રહી શકે પરંતુ તે જીંદગી સુધી રહે જ એવો કોઈ નિયમ નથી. બીજા વર્ષની શરૂઆતમાં પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ જીંદગી સુધી રહી શકે એટલું જ નહીં અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાન્તરમાં પણ તે વૈરનો પ્રાદુર્ભાવ થાય. એવું ભયંકર જે વૈમનસ્ય તે અનંતાનુબંધી ક્રોધ કહેવાય. આ પ્રમાણે, માન, માયા અને લોભમાં પણ સમજી લેવું
અહીં અનંતાનુબંધી કષાય જીંદગી સુધી, અપ્રત્યાખ્યાનીય કષાય વર્ષ સુધી, પ્રત્યાખ્યાનીય કષાય ૪ માસ સુધી, અને સંજ્વલન કષાય પંદર દિવસ સુધી રહે છે. એમ જે કહ્યું તે વ્યવહારનયથી કહ્યું છે. નિશ્ચયનયથી નથી કહ્યું કારણ કે બાહુબલીને દીક્ષા લીધા પછી સંજ્વલન માન પંદર દિવસ સુધી રહેવો જોઈએ તેને બદલે વર્ષ સુધી રહ્યો. પ્રસન્નચંદ્રરાજર્ષિને અનંતાનુબંધીકષાય જીંદગી સુધી ન રહેતાં માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહ્યો. કેટલાક મુનિવરોને આકર્ષાદિક પ્રસંગે ચઢતાં ઉતરતાં પરિણામમાં અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય
૧૩૩
For Private and Personal Use Only