________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કારણ કે મોહનીયમાં સૌ પ્રથમ દર્શનસપ્તકનો ક્ષય થાય છે. તે વખતે ક્ષાયિકસમ્યક્ત પ્રાપ્ત થાય છે. ત્યારબાદ ચારિત્ર મોહનીયની ૨૧ કર્મ પ્રકૃતિનો ક્ષય થાય છે. તે વખતે ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થાય છે. કષાયની સ્થિતિ અને કાર્ય -. जावजीव-वस्सि-चउमास-पक्खगा-नरय-तिरिय-नर-अमरा । सम्मा-णु-सव्वविरई अहखायचरित्त घायकरा ॥१८॥ यावजीव-वर्ष-चतुर्मास पक्षगा नरक-तिर्यग्-नरामराः । सम्यग-णु-सर्वविरति-यथाख्यातचारित्र घातकराः ॥ १८ ॥
ગાથાર્થ - અનંતાનુબંધી વિગેરે ૪ કષાયો અનુક્રમે જીંદગી, વર્ષ, ૪ માસ અને પંદર દિવસ સુધી રહે છે. તથા અનંતાનુબંધી વિગેરેના ઉદયવાળો જીવ અનુક્રમે નરકગતિયોગ્ય, તિર્યંચગતિયોગ્ય, મનુષ્યગતિયોગ્ય અને દેવગતિયોગ્ય કર્મને બાંધે છે. તથા અનંતાનુબંધી વિગેરે ૪ કષાયો અનુક્રમે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ અને યથાવાતચારિત્રનો ઘાત કરે છે.
વિવેચન :- પૂર્વે જે સંજ્વલનાદિ કષાયો કહ્યાં તે કષાયોની તીવ્રતા અને મંદતા સહેલાઈથી સમજી શકાય એ માટે અહીં સ્થલદષ્ટિથી કષાયની સ્થિતિ બતાવે છે. “જે વ્યક્તિને જેના ઉપર કષાય ઉત્પન્ન થયા પછી, તે કષાય તેના આત્મામાં જેટલો સમય સુધી ટકી રહે તે કષાયની સ્થિતિ કહેવાય.” દા.ત. એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, એ ક્રોધ તેના આત્મામાં પંદર દિવસ સુધી રહીને નાશ પામી જાય તો તેની સ્થિતિ પંદર દિવસની ગણાય.
(૧) એક વ્યક્તિને અન્ય વ્યક્તિ ઉપર ક્રોધ થયા પછી, જો તે ક્રોધ તે વ્યક્તિના આત્મામાં પંદર દિવસ સુધી રહીને, પાક્ષિક પ્રતિક્રમણમાં ક્ષમાપના કરતાં કે અન્ય કોઈપણ નિમિત્તે નાશ પામે તો, તે સંજ્વલનક્રોધ કહેવાય.
- યદ્યપિ સંજ્વલન ક્રોધ પંદર દિવસ સુધી અવશ્ય રહે એવો કોઈ નિયમ નથી. અંતર્મુહૂર્ત કે એકાદ કલાકમાં પણ નાશ પામી જાય. પરંતુ વધુમાં વધુ પંદર દિવસ સુધી રહી શકે પછી અવશ્ય નાશ પામી જાય કેમકે પ્રત્યાખ્યાની ક્રોધની અપેક્ષાએ સંજ્વલનક્રોધ મંદ હોવાથી પંદર દિવસથી વધુ ન રહી શકે.
૧૩૨
For Private and Personal Use Only