________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હદ સુધીનાં છુપા ઘાટ ઘડીને સામેનાને ઊંડા કૂવામાં ઉતારે, એટલું જ નહીં, પ્રસંગ આવે તો સામેની વ્યક્તિને મોતની સજામાં ધક્કેલી દે એવી કપટી યોજનાઓ ઘડે છે. તે “અનંતાનુબંધીમાયા” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી માયાકષાય મોહનીયકર્મ છે. (૪) “સંતોષગુણને ઢાંકનાર તીવ્રતમ રસયુક્ત કાર્મણસ્કંધોને અનંતાનુબંધી લોભકષાયમહનીયકર્મ કહેવાય છે.” - સંતોષગુણ તીવ્રતમ રસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને આત્મિકવિકાસમાં અત્યંત નુકશાનકારી વસ્તુ પ્રત્યે પણ અત્યંત આસક્તિતૃષ્ણા જન્મે છે. મમ્મણશેઠની જેમ ગમે તેટલું ધન હોવા છતાં પણ તૃપ્તિ જ ન થાય. વધુ મેળવવા તનતોડ મહેનત કરે. ગમે તેટલું મળવા છતાં પણ તીવ્ર અસંતોષની લાગણી પેદા થાય. તે “અનંતાનુબંધી લોભ” કહેવાય. તેનું કારણ અનંતાનુબંધી લોભકષાય મોહનીયકર્મ છે. આ પ્રમાણે કષાયના કુલ ૧૧૬ પ્રકાર થાય છે. તે દરેક કષાય ચારિત્રગુણમાં મુંઝવણ ઉભી કરતા હોવાથી, તેને ચારિત્રમોહનીયકર્મ કહ્યું છે.
યદ્યપિ અનંતાનુબંધી કષાય વાસ્તવિક રીતે તો ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તો પણ તે સમ્યગદર્શનનો ઘાત કરે છે. માટે તેની ગણતરી દર્શનમોહનીયકર્મમાં પણ થાય છે. એટલે દર્શનમોહનીયની ત્રણ પ્રકૃતિ અને અનંતાનુબંધી ક્રોધાદિ ૪ મળીને કુલ ૭ પ્રકૃતિને “દર્શનસપ્તક” કહેવાય છે.
જ્યાં સુધી દર્શનસમકનો ક્ષય ન થાય ત્યાં સુધી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત થતું નથી અને જ્યાં સુધી ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ક્ષાયિકચારિત્ર પ્રાપ્ત થતું નથી માટે “મોહનીયનો આધારસ્તંભ દર્શનસપ્તક છે.”
A. સૂક્ષ્મદષ્ટિથી કષાયના ૬૪ ભેદ થાય છે. કારણ કે અનંતાનુબંધી ક્રોધનો રસ, અનંતાનુબંધીક્રોધ, અપ્રત્યાખ્યાનીયક્રોધ, પ્રત્યાખ્યાનીયક્રોધ અને સંજવલન ક્રોધ જેવો પણ હોય છે. માટે. અનંતાનુબંધી ક્રોધનાં ૪ ભેદ થશે. (૧) અનંતાનુબંધી અનંતાનુબંધી ક્રોધ. (૨) અનંતાનુબંધી અપ્રત્યાખ્યાની ક્રોધ. (૩) અનંતાનુબંધી પ્રત્યાખ્યાન યક્રોધ. (૪) અનંતાનુબંધી સંજવલન ક્રોધ.
આ પ્રમાણે ૧૬ કપાય પૈકી અકેક કષાયના ચાર ચાર ભેદ થવાથી ૧૬૮૪=૬૪ ભેદ થાય છે.
૧૩૧
For Private and Personal Use Only