________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૪) કાનદ્વારા, શબ્દોનો જે સામાન્યબોધ થાય તે “શ્રોત્રદર્શન' કહેવાય. “શ્રોત્રદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને શ્રોત્રદર્શનાવરણીયકર્મ કહેવાય.”
(૫) મનદ્વારા, હું કાંઈક વિચારી રહ્યો છું એવો જે સામાન્યબોધ થાય તે મનોદર્શન કહેવાય. “મનોદર્શનને ઢાંકનાર કાર્મણસ્કંધોને મનોદર્શનાવરણીયકર્મ કહેવાય.”
આ પાંચભેદનો સમાવેશ અચક્ષુદર્શનાવરણીયકર્મમાં થઈ જાય છે.
યદ્યપિ ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ બન્ને મતિજ્ઞાનની જ પૂર્વભૂમિકાઓ છે. પરંતુ તે બન્નેને મતિદર્શન કહેવાતું નથી કારણકે લૌકિકવ્યવહારમાં ચક્ષુરિન્દ્રિયનું મહત્ત્વ અધિક છે “આંખથી જોવું” એવા અર્થમાં ચક્ષુદર્શન પ્રસિદ્ધ હોવાથી મતિદર્શન ન કહેવાય.
શ્રુતજ્ઞાનની પૂર્વ શ્રુતદર્શન થતું નથી. કારણકે શ્રુતજ્ઞાન, શબ્દાર્થપર્યાલોચનજન્ય હોવાથી મન:પર્યવજ્ઞાનની જેમ પહેલેથી જ સ્પષ્ટાર્થગ્રાહક છે. અર્થાત્ વિશેષગ્રાહી છે. પણ સામાન્યગ્રાહી નથી. માટે શ્રુતજ્ઞાનની પૂર્વે શ્રુતદર્શન થતું નથી.
અવધિજ્ઞાનની પૂર્વે અવધિદર્શન થાય છે. પરંતુ મન:પર્યવજ્ઞાનની પૂર્વે મન:પર્યવદર્શન થતું નથી. કારણકે મન:પર્યવજ્ઞાનીને તથાવિધ ક્ષયોપશમનાં કારણે પહેલેથી જ વસ્તુનો વિશેષબોધ થાય છે. માટે તે પ્રથમથી જ વિશેષગ્રાહી છે. પણ સામાન્યગ્રાહી નથી. તેથી મન:પર્યવજ્ઞાનની પૂર્વે મન:પર્યવદર્શન થતું નથી. - કેવળી ભગવંતને કેવળજ્ઞાન પછી કેવળદર્શન થાય છે. એ રીતે જ્ઞાન પાંચ પ્રકારે હોવા છતાં પણ દર્શનગુણ ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન અને કેવળદર્શન એમ ૪ વિભાગમાં વહેંચાયેલો હોવાથી દર્શનાવરણીયકર્મ પણ ચક્ષુદર્શનાવરણીય, અચક્ષુદર્શનાવરણીય અવધિદર્શનાવરણીય અને કેવળદર્શનાવરણીય એમ ૪ વિભાગમાં વહેંચાઈ જાય છે. તેને દર્શનાવરણીયચતુષ્ક કહેવાય છે.
A. ( જુઓ વિશેષાવશ્યકભાષ્ય ગાથા - ૫૫૩ )
૯૯
For Private and Personal Use Only