________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
(૧) “જે કર્યો પોતાના મૂળ સ્વભાવને છોડ્યા વિના, સ્વરૂપે જ ફળનો અનુભવ કરાવે તે વિપાકોદય કહેવાય.” વિપાકોદયનું બીજું નામ રસોદય છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) “જે કર્યો પોતાના મૂળ સ્વભાવને છોડીને સ્તિબુક સંક્રમથી અન્ય સજાતીયકર્મરૂપે ફળનો અનુભવ કરાવે તે પ્રદેશોદય^ કહેવાય.” દા.ત. (૧) મિથ્યાત્વમોહનીયકર્મ મિથ્યાત્વરૂપે જ ફળનો અનુભવ કરાવે તે મિથ્યાત્વનો વિપાકોદય કહેવાય.
(૨) મિથ્યાત્વમોહનીયકર્મ મિશ્રમોહનીય કે સમ્યક્ત્વમોહનીયના ઉદય સાથે સ્તિબુકસંક્રમથી પર રૂપે ઉદયમાં આવીને ભોગવાય તે મિથ્યાત્વનો પ્રદેશોદય કહેવાય.
ઉપશમસમ્યક્ત્વનો કાળ અંતર્મુહૂર્ત છે. ઉપશમ સમ્યક્ત્વની હાજરીમાં મિથ્યાત્વનો રસોદય કે પ્રદેશોદય હોતો નથી માટે તેને અપૌદ્ગલિક સમ્યક્ત્વ કહેવાય છે.
(૩) ક્ષયોપશમસમ્યક્ત્વ :
જેમ ડહોળા પાણીમાં ફટકડી નાખવાથી થોડા સમય માટે કચરો નીચે બેસી જતાં પાણી શુદ્ધ બને છે. તેમ ફટકડીરૂપ વિશુદ્ધ અધ્યવસાયદ્વારા,
A પ્રદેશોદય એટલે સર્વથા રસવિનાનાં કર્મોનો ઉદય એવો અર્થ ન કરવો.
3. જ્યારે જીવ ઉપશમસમ્યક્ત્વ પ્રાપ્ત કરે છે ત્યારે મિથ્યાત્વમોહનીય કર્મ ત્રણ વિભાગમાં વહેંચાઇ જાય છે. તે વખતે અસત્કલ્પનાથી, ૧ થી ૧૦,૦૦૦ પાવર સુધીના એકઠાણિયા કે મંદદ્વિઠાણિયા રસવાળા કર્મપુદ્ગલોનો જે વિભાગ તે શુદ્ધપુંજ કહેવાય. તેને સ૦ મો૦ કહેવાય. અને ૧૦,૦૦૧ થી ૨૫,૦૦૦ પાવર સુધીના મધ્યમ દ્વિઠાણિયા રસવાળા કર્મ પુદ્ગલોનો જે વિભાગ તે અદ્ભુશુદ્ધપુંજ કહેવાય. તેને મિશ્રમોહનીય કહેવાય. અને ૨૫,૦૦૧ થી ૧,૦૦,૦૦૦ (૧ લાખ) પાવર સુધીના તીવ્રક્રિઠાણિયા, ત્રિઠાણિયા અને ચાર ઠાણિયા મિથ્યાત્વમોહનીય કર્મપુદ્ગલોનો જે વિભાગ તે અશુદ્ધ પુંજ કહેવાય. તેને મિથ્યાત્વમોહનીય કહેવાય.
આ ત્રણ પુંજમાંથી વિશુદ્ધ અધ્યવસાયના વશથી સ૦ મોનો ઉદય થાય તે વખતે જીવ માયોપશમસમ્યક્ત્વને પ્રાપ્ત કરે છે.
૧૧૮
For Private and Personal Use Only