________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
જ્યાં સુધી જીવને મિથ્યાત્વમોહનીયકર્મનો ઉદય હોય છે. ત્યાં સુધી “અજ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું શાયોપશમિકભાવનું અજ્ઞાન જ હોય છે.'' જ્ઞાન હોતું નથી. માટે મિથ્યાર્દષ્ટિ જીવને ક્ષાયોપશમિકભાવનું મતિઅજ્ઞાન, શ્રુતઅજ્ઞાન અને વિભંગજ્ઞાન હોય પણ મત્યાદિજ્ઞાન ન હોય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જ્યારે દર્શનમોહનીયકર્મનો ક્ષયોપશમ થાય ત્યારે “જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી જીવને ક્ષાયોપમિકભાવનું જ્ઞાન પ્રગટ થાય છે.” માટે સમ્યગ્દૃષ્ટિ જીવોને ક્ષાયોપશમિકભાવનું મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન અને અપ્રમત્ત સંયમીને મન: પર્યવજ્ઞાન પણ હોય
અહીં સમ્યક્શ્રદ્ધારૂપ કાર્યને સમ્યક્ત્વ કહ્યું છે. તે ઔપચારિક સમ્યક્ત્વ કહેવાય છે. અને દર્શનમોહનીયકર્મના ક્ષય, ઉપશમ કે ક્ષયોપશમથી ઉત્પન્ન થતો આત્માનો વિશુદ્ધ પરિણામ એ મુખ્ય સમ્યક્ત્વ કહેવાય છે. તેના ક્ષાયિક, ઉપશમ, ક્ષયોપશમ, મિશ્ર, સાસ્વાદન, વેદકાદિ ઘણા પ્રકાર છે,
(૧) ક્ષાયિકસમ્યક્ત્વ ઃ
દર્શનમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી ઉત્પન્ન થતાં અત્યંત-વિશુદ્ધ પરિણામને ક્ષાયિકસમ્યક્ત્વ કહેવાય છે.
ક્ષાયિક સમ્યક્ત્વનો કાળ સાદિ-અનંત છે.
(૨) ઉપશમસમ્યક્ત્વ ઃ
મિથ્યાત્વના દલિક વિનાની શુદ્ધભૂમિરૂપ ઉપશમાદ્ધામાં પ્રવેશ કરતાની સાથે “મિથ્યાત્વના અનુદયથી ઉત્પન્ન થતાં વિશુદ્ધપરિણામને ઉપશમસમ્યક્ત્વ કહેવાય છે.”
ઉપશમસમ્યગ્દષ્ટિ જીવે મિથ્યાત્વમોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય નથી કર્યો પણ ઉપશમાવ્યા છે. માટે મિથ્યાત્વના દલિકોનું અસ્તિત્વ(સત્તા)તો છે જ. પરંતુ તેનો ઉદય (ભોગવટો) નથી કોઇપણ કર્મનો ઉદય ૨ રીતે હોય. (૧) વિપાકોદય (૨) પ્રદેશોદય.
4. તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યનિમ્ । (તત્ત્વાર્થસૂત્ર) ॥ ૧-૨ |
૧૧૭
For Private and Personal Use Only