________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તે લક્ષણ કહેવાય. સંસારી અને મુક્ત જીવનું સામાન્ય લક્ષણ “ચૈતન્ય છે. પરંતુ વિશેષ લક્ષણ નીતિ-પ્રાણન ધારિતીતિ નીવઃ | જે જીવે, અર્થાતુ પ્રાણોને ધારણ કરે તે જીવ કહેવાય. પ્રાણ ૨ પ્રકારે છે. (૧) દ્રવ્યપ્રાણ (૨) ભાવપ્રાણ. પાંચ ઈન્દ્રિય, મનબળ, વચનબળ, કાચબળ, શ્વાસોચ્છવાસ અને આયુષ્ય આ ૧૦ દ્રવ્યપ્રાણ છે તથા જ્ઞાન-દર્શનચારિત્રાદિ આત્માના સ્વાભાવિકગુણોને ભાવપ્રાણ કહેવાય છે. સંસારીજીવને બન્ને પ્રકારનાં પ્રાણ હોય છે. મુક્તજીવને ભાવપ્રાણ જ હોય છે. જીવતત્ત્વનાં ૧૪ ભેદ છે. (૨) અજીવ - જે ચૈતન્યલક્ષણથી રહિત હોય તે અજીવ કહેવાય. દા.ત. આકાશ, સુકું લાકડું વગેરે..અજીવતત્ત્વનાં - ૧૪ ભેદ છે.
(૩) પુણ્ય :- જીવને ઈષ્ટ સામગ્રી મળતાં સુખનો અનુભવ થાય છે. તેના કારણભૂત જે શુભકર્મ તે પુણ્ય કહેવાય. પુષ્યતત્ત્વનાં - ૪૨ ભેદ છે.
(૪) પાપ :- જીવને અનિષ્ટ સામગ્રી મળતાં દુઃખનો અનુભવ થાય છે. તેના કારણભૂત અશુભકર્મને પાપતત્ત્વ કહેવાય છે. પાપતત્ત્વનાં ૮૨ ભેદ છે.
(૫) આશ્રવ :- જે દ્વારા શુભાશુભકર્મોનું આત્મામાં આવવું તે આશ્રવ કહેવાય. જેમ સરોવરમાં નદી, નીક કે વરસાદ દ્વારા જળનો પ્રવેશ થાય છે. તેમ જીવ રૂપી સરોવરમાં મન, વચન અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ દ્વારા કર્મો આવે છે. તેને આશ્રવ કહેવાય. આશ્રવતત્ત્વનાં-૪૨ ભેદ છે.
(૬) સંવર :- આત્મામાં આવતા કર્મોને રોકવા તે સંવર કહેવાય. જેમ સરોવરમાં ગરનાળુ કે નીકનાં દ્વાર બંધ કરી દેવાથી નવુ આવતુ પાણી અટકી જાય છે તેમ સમિતિ, ગુપ્તિ દ્વારા નવાકર્મોને આવતાં અટકાવી દેવા તે સંવર કહેવાય. સંવરતત્ત્વનાં-પ૭ ભેદ છે. ચૈતન્યશક્તિનાં વ્યાપારને ઉપયોગ કહેવાય છે. એટલે ઉપયોગ એ ચૈતન્યનું કાર્ય છે. માટે ઉપયોગ એ ચેતન સ્વરૂપ જ છે. તથા કર્મ વિશારદો એ જ્ઞાનદર્શનમાં ઉપયોગ અને ચારિત્રમાં તપનો સમાવેશ કરીને, જ્ઞાનાદિ-૪ મૂળભૂત ગુણો બતાવ્યા છે. અને નવતત્વમાં જ્ઞાનાદિ-૯ગુણો બતાવ્યા છે. તે સર્વે ચૈતન્યનાં જ પર્યાયો હોવાથી ચૈતન્યસ્વરૂપ છે માટે વિસંવાદ નથી.
૧૧૫
For Private and Personal Use Only