________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદનકોદ્રવ ધાન્યદ્વારા દર્શનમોહનીયના ભેદની સમજાતિ(૧) મદનકોદ્રવ એ એક પ્રકારનું ધાન્ય છે તે ખાવાથી, જીવને નશો 'ન્ચઢતા વિકાર ઉત્પન્ન થાય છે. પણ જો તે ધાન્યને ખાંડવાથી દાણામાંથી સર્વથા ફોતરા દૂર થઈ જાય તો શુદ્ધ થયેલા તે ધાન્યના પુજને છાશાદિથી ધોઈને ખાવાથી વિકાર ઉત્પન્ન થતો નથી એ રીતે શુદ્ધ થયેલા મિથ્યાત્વનાં દલિકો અર્થાત સમ્યકત્વમોહનીયના દલિકોનો ભોગવટો કરતાં જીવને વિકાર ઉત્પન્ન થતો નથી. માટે “શુદ્ધ થયેલા કોદ્રવનાં ધાન્ય જેવું સમ્યકત્વમોહનીય કર્મ છે.” (૨) મદનકોદ્રવનું ધાન્ય ખાંડવા છતાં પણ કેટલાક દાણામાં અડધા ફોતરા રહી જવાથી અદ્ધશુદ્ધ થયેલા તે ધાન્યનાં પુંજને ખાવાથી જીવને કાંઈક અંશે વિકાર ઉત્પન્ન થાય છે એટલે અર્ધશુદ્ધ થયેલા કોદ્રવધાન્યની જેમ મિશ્ર મોહનીયના દલિકોનો ભોગવટો કરતી વખતે જીવને કાંઈક અંશે વિકાર ઉત્પન્ન થાય છે. માટે “અદ્ધશુદ્ધ થયેલા કોદ્રવના ધાન્ય જેવું મિશ્રમોહનીયકર્મ છે.”
130 ગ્રામ પાણી બળી જવાથી માત્ર ૩૦૦ ગ્રામ રસ બાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ બમણી થઈ જવાથી તેને દ્વિસ્થાનિકરસ કહેવાય છે. * ૩, ઈક્ષુ અથવા લીંબડાનાં એકસ્થાનિક 500 ગ્રામ રસને ખૂબ ઉકાળવાથી બે ભાગ=૪૦૦ગ્રામ પાણી બળી જવાથી માત્ર એકભાગ=૨૦૦ગ્રામ રસ બાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ ત્રણગણી વધી જવાથી તેને ત્રિસ્થાનિકરસ કહેવાય છે.
૪, ઈસુ અથવા લીંબડાનાં એકસ્થાનિક ૬૦૦ ગ્રામ રસને ખૂબ જ ઉકાળવાથી ત્રણભાગ=૪૫૦ ગ્રામ પાણી બળી જવાથી માત્ર એકભાગ=૧૫૦ ગ્રામ રસબાકી રહે ત્યારે તેમાં મીઠાશ કે કડવાશ ચારગણી વધી જવાથી ચતુઃસ્થાનિક રસ કહેવાય છે.
જેમ ઇસુ અને લીંબડાનો રસ ઉકાળવાથી તીવ્ર (દ્ધિસ્થાનિક) તીવ્રતર (ત્રિસ્થાનિક), તીવ્રતમ (ચતુઃસ્થાનિક) થતો જાય છે. તેમ અશુભ અધ્યવસાયદ્વારા, અશુભ કર્મમાં રસ તીવ્ર (દ્ધિસ્થાનિક) તીવ્રતર (ત્રિસ્થાનિક) અને તીવ્રતમ (ચતુઃસ્થાનિક) થાય છે અને શુભકર્મમાં રસ મંદ-મંદતર અને મંદતમ થાય છે. તથા વિશુદ્ધ અધ્યવસાય દ્વારા, શુભકર્મમાં રસ તીવ્ર, તીવ્રતર, તીવ્રતમ થાય છે. અને અશુભ કર્મમાં રસ મંદ, મંદતર, મંદતમ થતો હોવાથી મિથ્યાત્વમોહનીયકર્મ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે.
૧૧૩
For Private and Personal Use Only