________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કચરારૂપ મિથ્યાત્વના ઉદયને અટકાવી દેવાથી અંતર્મુહૂર્તકાળ પર્યન્ત શુદ્ધદર્શન =ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થાય છે. ઉપશમ સમ્યક્ત્વનો કાળ પૂરો થતાં જ જીવ દ્વિતીય સ્થિતિમાં પ્રવેશ કરે છે. ત્યારે ત્રણ પુંજમાંથી કોઇપણ એકjજનો ઉદય થઈ જાય છે.
જો શુદ્ધપુંજરૂ૫ સમ્યકત્વમોહનીયનો ઉદય થાય તો એ વખતે પ્રદેશોદયવતી મિથ્યાત્વ અને વિપાકોદયવતી સમ્યક્તના પુદ્ગલોનો ક્ષય કરે છે. અને ઉદયમાં નહીં આવેલા સત્તાગત મિથ્યાત્વના પુદ્ગલોમાં રસ ઘટાડીને સ્વરૂપે ફળ ન આપી શકે એવી સ્થિતિમાં મૂકી દે છે, તે ઉપશમ કહેવાય. એટલે “ક્ષય અને ઉપશમની મિશ્રભાવે થતી કાર્મિક પ્રક્રિયાદ્વારા ઉત્પન્ન થતાં વિશુદ્ધ પરિણામને ક્ષયોપશમ સમ્યકત્વ કહેવાય છે.” આ સમ્યકત્વ ભવચક્રમાં “અસંખ્યાતીવાર” આવે અને ચાલ્યું પણ જાય ક્ષયોપશમ સમ્યક્ત્વમાં સમ્યકત્વ મોહનીય કર્મનું વદન હોવાથી તે પૌદ્ગલિક સમ્યકત્વ કહેવાય છે તેનો કાળ ૬૬ સાગરોપમ છે. (૪) મિશ્રસમ્યકત્વ :
જો અર્દશુદ્ધપુંજરૂપ મિશ્રમોહનીયનો ઉદય થાય તો, સમકાળે અધું સમ્યકત્વ અને અમિથ્યાત્વ એમ “મિશ્રભાવનો અનુભવ થવાથી, તે વખતે ઉત્પન્ન થતાં આત્મિક પરિણામને “મિશ્રદર્શન” અથવા “મિશ્રસમ્યકત્વ” કહેવાય છે. (૫) સાસ્વાદન સમ્યકત્વ :
જેમ ફટકડી દ્વારા શુદ્ધ કરેલા પાણીમાં કાંકરી નાંખતા પાણી ડહોળાઈ જાય છે. તેમ ઉપશમસમ્યકત્વ પ્રાપ્ત થયા પછી ઉપશમાદ્ધાનો ઉત્કૃષ્ટથી ૬ આવલિકા અને જઘન્યથી ૧ સમય જેટલો કાળ બાકી રહે ત્યારે, કાંકરી પડવારૂપ અનંતાનુબંધી કષાયનો ઉદય થવાથી ઉપશમસમ્યકત્વથી પડીને મિથ્યાત્વ તરફ ઝૂકી રહેલાં જીવને, “ખીરખાધેલા મનુષ્યને ખીરનું વમન કરતી વખતે જેમ ખીરનો સ્ટેજ સ્વાદ અનુભવાય છે, તેમ ઉપશમ સમ્યકત્વનું વમન કરતી વખતે જીવને સમ્યકત્વનો હેજ સ્વાદ અનુભવાતો હોવાથી સમ્યકત્વનાં સહેજ
૧૧૯
For Private and Personal Use Only