________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંગ્રહ કરવાની ઇચ્છા થાય છે. એ વિકૃતવૃત્તિને શાસ્ત્રીય પરિભાષામાં “લોભ” કહેવાય છે. તેનું કારણ લોભકષાય ચારિત્રમોહનીયકર્મ છે. ' કારણમાં ક્રોધાદિકાર્યનો ઉપચાર કરીને કારણને (કા.સ્કંધોને) ક્રોધાદિકષાય ચારિત્ર મોહનીયકર્મ કહ્યું છે.
આ પ્રમાણે કષાય ૪ પ્રકારે કહ્યાં, પરંતુ દરેક જીવને ક્રોધ, માન, માયા, લોભ એકસરખાં હોતાં નથી કોઈને ક્રોધાદિ તીવ્ર હોય છે. તો કોઈને તીવ્રતર કે તીવ્રતમ હોય છે. તો કોઇને મંદ, મંદતર કે મંદતમ પણ હોય છે. માટે રસની તરતમતાને કારણે ક્રોધાદિ એકેકના અસંખ્યાત ભેદ થાય છે. તે દરેક ભેદ સહેલાઈથી સમજી શકાતા નથી માટે મહાપુરુષોએ તે સર્વનું વર્ગીકરણ કરીને તેનો ચારભેદમાં સમાવેશ કરી આપ્યો છે તેમાં, () સ્વગુણમાં રમણતારૂપ યથાખ્યાતચારિત્રગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણધોને સંજ્વલનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.
સાયિક યથાવાતચારિત્રગુણ કર્મોદ્વારા અલ્પાંશે ઢંકાઈ જવાથી, જીવને ક્યારેક ક્યારેક મંદ રાગ-દ્વેષ થઇ જાય છે. પરંતુ સંયમશક્તિ તો પૂરેપૂરી ખુલ્લી હોય છે. સર્વ વિરતિ ગુણ ઢંકાતો નથી. પણ વીતરાગતા ગુણ ઢંકાઈ જવાથી જીવને પરિષહ કે ઉપસર્ગ વખતે રાગદ્વેષ થઈ જતાં સર્વવિરતિચારિત્રમાં અતિચાર લાગી જાય છે. એટલે યથાખ્યાતચારિત્રગુણને ઢાંકનાર કાર્મણસ્કંધો સર્વવિરતિ ગુણને ઢાંકતા નથી. પરંતુ સર્વવિરતિને અતિચાર દ્વારા સંaહેજ જવલન=બાળે છે. માટે યથાખ્યાતચારિત્રને ઢાંકનાર કાર્મણસ્કંધોને સંજવલનકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે ચાર પ્રકારે છે.
(૧) “ક્ષમાગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણકંધોને સંજવલન ક્રોધકwાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
ક્ષમાગુણ મંદરસયુક્ત કર્મો દ્વારા ઢંકાઈ જવાથી જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુમાં વિઘ્ર ફેંકનારની તરફ ગુસ્સો થઈ જાય છે. તે “સંજવલન ક્રોધ” કહેવાય. તેનું કારણ સંજવલન ક્રોધકષાય ચારિત્રમોહનીયકર્મ છે.
૧ ૨૫
For Private and Personal Use Only