________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) “નમ્રતા ગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને સંજવલનમાનકષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.
નમ્રતાનુણ મંદરસયુક્ત કર્મોદ્વારા ઢંકાઈ જવાથી, શરીર, બુદ્ધિ, બળાદિ અત્યંત નીકટની વસ્તુઓની સુંદરતાને લીધે, જીવમાં અહંકાર, આવી જાય છે. તે “સંજવલનમાન” કહેવાય તેનું કારણ સંજ્વલનમાનકષાયમહનીયકર્મ છે.
(૩) “સરલતા ગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્માસ્કંધોને સંજ્વલનમાયાકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
સરલતા ગુણ મંદરસયુક્ત કર્યદ્વારા ઢંકાઈ જવાથી, જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુને સાચવવા માટે કપટ કરવાનું મન થઈ જાય છે. તે “સંજવલનમાયા” કહેવાય. તેનું કારણ સંજવલનમાયાકષાય ચારિત્રમોહનીયકર્મ છે.
(૪) સંતોષગુણને ઢાંકનાર મંદરસયુક્ત કાર્મણસ્કંધોને સંજ્વલનલોભકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
સંતોષગુણ મંદરસયુક્તકર્મદ્વારા ઢંકાઈ જવાથી, જીવને શરીરાદિ અત્યંત નીકટની વસ્તુઓ પ્રત્યે મમત્વ, અને અપ્રાપ્ત મહત્તાદિ પ્રત્યે તૃષ્ણા જન્મે છે. તે “સંજવલનલોભ” કહેવાય. તેનું કારણ સંજ્વલનલોભ કષાયચારિત્ર મોહનીયકર્મ છે.
સંજવલન કષાયને લીધે જીવને, શરીરાદિ અત્યંત નીકટની વસ્તુ પ્રત્યે રાગદ્વેષ થઈ જાય છે તેથી તે “સરાગસંયમી” કહેવાય છે. પરંતુ તે રાગ-દ્વેષ અત્યંત અલ્પ હોવાથી સંયમશક્તિનો ઘાતક બનતો નથી. સંયમશક્તિ તો પૂરેપૂરી ખુલ્લી હોય છે. માટે સરાગસંયમી હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરી શકે છે. તે સર્વવિરતિચારિત્ર કહેવાય.
વિરતિમાં વિ+રમ્ ધાતુનો અર્થ અટકવું, ત્યાગ કરવો કે પ્રત્યાખ્યાન કરવું એવો થાય છે. હિંસાદિ-પાપપ્રવૃત્તિનો સર્વથા ત્યાગ કરવો તે સર્વવિરતિચારિત્ર કહેવાય.”
૧ર૬
For Private and Personal Use Only