________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેમ સર્પનું ઝેર ચડ્યું હોય ત્યારે લીંબડો મીઠો લાગે છે અને સાકર ફિક્કી લાગે છે તેમ મિથ્યાત્વના ઉદયરૂપ ઝેર ચઢેલું હોય ત્યારે સંસાર સારો લાગે છે. માટે સંસારને ઉપાદેય અને મોક્ષને હેય માને છે. સંસારનો રાગી અને મોક્ષનો દ્વેષી બને છે એમ જૈનધર્મથી ઉલ્ટો અનુભ એ જ મિથ્યાદર્શન કહેવાય. ચારિત્રમોહનીય કર્મનાં ભેદ :सोलस कसाय नव नोकसाय दुविहं चरित्तमोहणियं । अण अप्पच्चक्खाणा, पच्चक्खाणा य संजलणा ॥१७॥ षोडशकषाया नवनोकषाया द्विविधं चारित्रमोहनीयम् । अनन्ता अप्रत्याख्यानाः प्रत्याख्यानाश्च संज्वलनाः ॥ १७ ॥
ગાથાર્થ :- સોળકષાય અને નવનોકષાય એમ બે પ્રકારે ચારિત્રમોહનીયકર્મ છે. અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય અને સંજવલન એ ચારે વિભાગ ક્રોધ, માન, માયા અને લોભ એમ ચાર-ચાર પ્રકારે હોવાથી કષાયચારિત્રમોહનીયકર્મ કુલ-૧૬ પ્રકારે છે.
વિવેચન :- આત્મા ક્ષાયિકથાખ્યાત ચારિત્રગુણનો માલિક છે. યથાખ્યાત એટલે જેવા પ્રકારનું કહ્યું હોય તેવા પ્રકારનું. જિનેશ્વર ભગવંતોએ જેવા પ્રકારનું ચારિત્ર કહ્યું છે તેવા પ્રકારનું જે ચારિત્ર તે યથાવાતચારિત્ર કહેવાય.” જિનેશ્વર ભગવંતોએ કપાયરહિત ચારિત્રને શ્રેષ્ઠ ચારિત્ર કહ્યું છે માટે “અકષાય ચારિત્ર (વીતરાગ ચારિત્ર) ને યથાખ્યાત ચારિત્ર કહેવાય.” તે બે પ્રકારે છે. (૧) સ્વગુણમાં રમણતા કે સ્થિરતારૂપ નથયિક યથાખ્યાતચારિત્ર. (૨) યોગની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારિક યથાપ્યાતચારિત્ર.
સિદ્ધ ભગવંતો તથા અયોગી કેવલી ભગવંતોને યોગ નહિ હોવાથી યોગની પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ વ્યવહારિક ચારિત્ર નથી પરંતુ મોહનીયકર્મનો સંપૂર્ણ ક્ષય થવાથી પ્રગટ થયેલ સ્વગુણમાં રમણતા કે સ્થિરતારૂપ નૈઋયિકચારિત્ર અવશ્ય હોય છે. માટે “સિદ્ધ તથા અયોગી કેવલી ભગવંતોને આશ્રયીને સ્વગુણમાં રમણતા કે સ્થિરતા એ જ યથાખ્યાત ચારિત્ર સમજવું.
૧૨૨
For Private and Personal Use Only