________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સિદ્ધ તથા અયોગી કેવળીભગવંતો સિવાયના વીતરાગી જીવો યોગવાળા હોવાથી તે સયોગી કહેવાય. તેમને માનસિક, વાચિક અને કાયિક પ્રવૃત્તિ-નિવૃત્તિ અવશ્ય હોય છે. માટે “સયોગી વીતરાગી જીવોનું પ્રવૃત્તિ-નિવૃત્તિરૂપ જે વ્યવહારિકચારિત્ર એ જ યથાખ્યાતચારિત્ર સમજવું.”
“ક્ષાયિક યથાખ્યાતચારિત્ર ગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.”
આત્માનું અસલી સ્વરૂપ સ્વભાવરમણતારૂપ ક્ષાયિક ચારિત્ર છે. પરંતુ તે કર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી, જીવને પૌદ્ગલિક ચીજ પ્રત્યે રાગદ્વેષ થાય છે તેથી જીવ પરભાવમાં રમ્યા કરે છે. જેમ જેમ રાગદ્વેષ ઘટતો જાય છે. તેમ તેમ જીવ સ્વભાવદશા તરફ ઝૂકતો જાય છે. જ્યારે “સંપૂર્ણ રાગદ્વેષનો નાશ' થાય છે ત્યારે વીતરાગતા પ્રાપ્ત થતાંની સાથે જ પરભાવદશાનો ત્યાગ કરીને જીવ સ્વભાવ=સ્વગુણમાં સ્થિર થઈ જાય છે. માટે વીતરાગતા અને સ્વગુણમાં સ્થિરતા સહચારિણી છે. પરસ્પર સાપેક્ષ છે. તે બન્નેનાં સમૂહરૂપ યથાખ્યાતચારિત્ર છે. એટલે, “વીતરાગતા + સ્થિરતા યથાખ્યાતચારિત્ર” હોવાથી, તેને ઢાંકનાર કાર્યણસ્કંધો પણ બે વિભાગમાં વહેંચાઈ જવાથી ચારિત્રમોહનીયકર્મ બે પ્રકારે કહ્યું છે. (૧) “વીતરાગતાને ઢાંકનાર કાર્યણસ્કંધોને કષાયચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.
"
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) “સ્થિરતાગુણને ઢાંકનાર કાર્યણસ્કંધોને નોકષાય ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે.
કણ્ = જન્મમરણરૂપ સંસાર, આયલાભ.
“સંસારનો લાભ (વૃદ્ધિ) થાય એવો જે આત્મિક પરિણામ તે કષાયભાવ કહેવાય.”
૧૨૩
=
અહીં કષાયચારિત્રમોહનીયકર્મ એ કારણ છે. તેનાથી ઉત્પન્ન થતો કષાયભાવ એ કાર્ય છે. માટે કારણમાં કાર્યનો ઉપચાર કરીને વીતરાગતાને ઢાંકનાર કાર્યણસ્કંધોને કષાયચારિત્રમોહનીયકર્મ કહ્યું છે.
For Private and Personal Use Only