________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
કે દ્વેષ હોતો નથી. તેવી રીતે મિશ્રમોહનીયકર્મના ઉદયથી જીવને જૈનધર્મ ઉપર રાગ કે દ્વેષ હોતો નથી. મિથ્યાત્વમોહનીયકર્મ જૈનધર્મથી વિપરીત શ્રદ્ધા (દર્શન) રૂપ છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવેચન :- જે દ્વીપમાં કેવળ નાલિયેર થાય છે. તેને નાલિકેરદ્વીપ કહેવાય છે. ત્યાંના મનુષ્યોનો ખોરાક નાલિયેર જ છે. ત્યાં રહેનારા મનુષ્યોએ ક્યારેય અનાજને જોયું નથી કે સાંભળ્યું પણ નથી. તેથી તેમને અનાજ ઉપ૨ રાગ (રુચિ) કે દ્વેષ (અરુચિ) થતો નથી. તેવી રીતે મિશ્રમોહનીયના ઉદયથી જીવને અરિહંતદેવે જે અહિંસાપ્રધાન ધર્મ કહ્યો છે. તે ધર્મ પ્રત્યે રાગ (રુચિ) કે દ્વેષ (અરુચિ) થતો નથી માટે તે મિશ્રદર્શન કહેવાય.
મિશ્રમોહનીયનો ઉદય માત્ર અંતર્મુહૂર્તકાળ સુધી રહે છે. પછી જીવ જો અશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો મિથ્યાત્વમોહનીયનો ઉદય શરૂ થાય છે. અને જો વિશુદ્ધ અધ્યવસાય તરફ ઝૂકેલો હોય તો સમ્યક્ત્વમોહનીયનો ઉદય શરૂ થાય છે.
મિથ્યાત્વમોહનીયનું સ્વરૂપ ઃ
આત્માનું સમ્યગ્દર્શનાત્મક અસલી સ્વરૂપ મિથ્યાત્વમોહનીયકર્મ દ્વારા ઢંકાયેલું હોવાથી, તે મિથ્યાદર્શન રૂપ બની ગયો છે. તેથી તાવના દર્દીને જેમ પથ્યકારી ખાદ્યપદાર્થ અપ્રિય લાગે છે. ભાવતો નથી. પણ અપથ્યકારી ખાદ્યપદાર્થ પ્રિય લાગે છે. વધારે ખાવાનું મન થાય છે. તેમ મિથ્યાદૃષ્ટિને સુદેવ, સુગુરુ, સુધર્મ અપ્રિય લાગે છે. અને કુદેવ, ફુગુરુ, કુધર્મ પ્રિય લાગે છે. માટે (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) ભોગાન્તરાય (૪) ઉપભોગાન્તરાય (૫) વીર્યાન્તરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શોક (૧૧) જુગુપ્સા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭)રાગ (૧૮)દ્વેષ. આ અઢારદોષથી રહિત સર્વજ્ઞ-જિનેશ્વરદેવને સુદેવ ન કહેતાં રાગદ્વેષ વગેરે અઢારદોષથી યુક્ત દેવને ઇષ્ટદેવ તરીકે માને છે. તથા પંચમહાવ્રતધારી, કંચનકામિનીના સર્વથા ત્યાગી, મોક્ષમાર્ગના સાધક, મોક્ષપ્રાપ્તિના ઉપદેશક, ભૌતિક સામગ્રીને તુચ્છ નજરે જોનારા, સદ્ગુરુને ગુરુ ન કહેતાં જંતર-મંતર કે ચમત્કારને બતાવનારા, કંચન, કામિની કે પુત્રાદિભોગ્ય સામગ્રીને બતાવનારા કુગુરુને ઇષ્ટગુરુ તરીકે માને છે. તથા અહિંસાપ્રધાન ધર્મને, ધર્મ ન કહેતાં યજ્ઞાદિને વિષે થતી હિંસાને ધર્મ કહે છે. આ પ્રમાણે સુદેવ, સુગુરુ અને સુધર્મ પ્રત્યેની વિપરીત માન્યતા એ જ મિથ્યાદર્શન કહેવાય.
૧૨૧
For Private and Personal Use Only