________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કહેવાય કેમકે છદ્મસ્થજીવોને કોઇપણ વસ્તુનું સૌપ્રથમ દર્શન થાય છે અને ‘અંતર્મુહૂર્ત પછી તે જ વસ્તુનું જ્ઞાન થાય છે. તથા કેવળી ભગવંતને પ્રથમ સમયે જ્ઞાન થાય અને બીજા સમયે દર્શન થાય માટે જ્ઞાન મુખ્ય હોવાથી સૌ પ્રથમ જ્ઞાન અને જ્ઞાનાવરણીયકર્મ કહીને, હવે દર્શન અને દર્શનાવરણીયકર્મને કહે છે.
લોકાલોકમાં રહેલાં રૂપી-અરૂપી સર્વ દ્રવ્ય-પર્યાયનું એકીસાથે સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને “કેવળદર્શન” કહેવાય છે. “કેવળદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને કેવળદર્શનાવરણીકર્મ કહેવાય”
ઘનઘોર વાદળથી ઢંકાયેલાં સૂર્યની જેમ કેવળદર્શન ઘનઘાતીકર્મોથી ઢંકાયેલું હોવા છતાં પણ દર્શનશક્તિનો અમૂકભાગ તો અવશ્ય ખુલ્લો રહી જાય છે. એ દર્શનશક્તિને “ક્ષાયોપશમિક^દર્શનલબ્ધિ” કહેવાય છે. તે ક્ષાયોપશમિકદર્શન શક્તિદ્વા૨ા જીવ લોકમાં રહેલા માત્ર રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે. પરંતુ અરૂપી દ્રવ્યોને જાણી શક્તો નથી. કારણકે કેવળદર્શન ધનઘાતી કર્મોદ્વારા ઢંકાઈ જવાથી દર્શનશક્તિ મર્યાદિત (સંકુચિત) બની જાય છે મર્યાદિત દર્શનશક્તિ દ્વારા જીવ માત્ર રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જાણી શકે છે. માટે લોકમાં રહેલાં સંપૂર્ણ રૂપી દ્રવ્યોનું સામાન્ય સ્વરૂપ જણાવનારી આત્મિકશક્તિને ‘અવધિદર્શન'' કહેવાય છે.
“અવધિદર્શનને ઢાંકનાર કાર્યણસ્કંધોને અવધિદર્શનાવરણીયકર્મ” કહેવાય. અવધિદર્શન પણ કર્મો દ્વારા ઢંકાઈ જતાં દર્શનશક્તિ વધુ
A. જ્ઞાનની જેમ દર્શન ૩ પ્રકારે છે. (૧) આવૃતદર્શન. (૨) ક્ષાયોપમિકદર્શનલબ્ધિ. (૩) પ્રવૃત્તિરૂપદર્શન અથવા દર્શનોપયોગ. આત્મા અનંત દર્શનશક્તિનો માલિક છે. તેમાંથી જેટલું દર્શન કર્મોદ્વારા ઢંકોયલું છે તેને આવૃત્તદર્શન કહેવાય છે. અને કર્મો દૂર થતા જેટલા અંશે દર્શનશક્તિ ખુલ્લી થાય તે શાયોપશમિકદર્શનલબ્ધિ કહેવાય. તેમાંથી જેટલા અંશે દર્શનનો વ્યાપાર થઇ રહ્યો છે તે દર્શનોપયોગ. અથવા પ્રવૃત્તિરૂપદર્શન કહેવાય. દા.ત. પૂજારીવડે બંધ કરાયેલ નિચ્છિદ્ર દરવાજાની અંદર રહેલી પ્રતિમા જેવું આવૃત્તદર્શન છે. -પૂજારી વડે બંધ કરાયેલ સચ્છિદ્ર દરવાજાની અંદર રહેલી પ્રતિમા જેવુ ક્ષાયોપશિમક દર્શન છે. (જેમ છિદ્રમાંથી પ્રતિમાજીનાં દર્શનની શક્યતા છે તેમ· ક્ષાયોપશમિકદર્શનલબ્ધિને કારણે પદાર્થનો સામાન્યબોધ થવાની શક્યતા છે.) સચ્છિદ્ર દ્વારા પ્રતિમાજીનાં દર્શન કરવા જેવું દર્શનોપયોગ છે.
૭
૯૭
For Private and Personal Use Only