________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છે. તેમાંથી સંખ્યાતાભાગ ગયા પછી માત્ર એક સંખ્યાતમો ભાગ બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરે છે. દા.ત. અનિવૃત્તિકરણનું અંતર્મુહૂર્ત = ૧૦૦ સમય એક સંખ્યાતમો ભાગ = ૧૦ સમય અનિવૃત્તિકરણના ૯૦ સયમ ગયા બાદ માત્ર ૧૦ સમય બાકી રહે ત્યારે જીવ અંતરકરણ કરવાની શરૂઆત કરે છે, અંતરકરણ એટલે આંતરૂ પાડવાની ક્રિયા.
અનિવૃત્તિકરણના એક સંખ્યામાં ભાગ (અંતર્મુહૂર્ત) પ્રમાણ સ્થિતિની ઉપર અંતર્મુહૂર્તકાલ પ્રમાણ સ્થિતિમાં રહેલાં મિથ્યાત્વના દલિકને ત્યાંથી ખસેડીને, કેટલાક દલિકોને નીચેની સ્થિતિમાં અને કેટલાક દલિકોને ઉપરની સ્થિતિમાં નાખીને, તે સ્થિતિને ઘાસ વિનાની ઉખરભૂમિની જેમ મિથ્યાત્વના દલિક વિનાની કરવાની ક્રિયાને અંતરકરણ કહેવાય છે.” અંતરકરણની શરૂઆત થતા દર્શનમોહનીયકર્મની અંત:કોડાકોડી સાગરોપમ પ્રમાણ સ્થિતિ બે વિભાગમાં વહેંચાઈ જાય છે. તેમાં અનિવૃત્તિકરણના એક સંખ્યામાં ભાગ પ્રમાણ નીચેના ભાગને પ્રથમસ્થિતિ” અથવા “નીચે ની સ્થિતિ” કહેવાય છે. અને અંતરકરણની ઉપરના ભાગને “દ્વિતીયસ્થિતિ” અથવા “ઉપરનીસ્થિતિ” કહેવાય છે. પ્રથમ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોનો ભોગવટો કરતી વખતે મિથ્યાદૃષ્ટિજીવ પ્રથમ સ્થિતિની ઉપર “અંતર્મુહૂર્તકાલ પ્રમાણ સ્થિતિમાં રહેલા મિથ્યાત્વનાં દલિકોને ત્યાંથી ખસેડી કેટલાક દલિકને નીચેની સ્થિતિમાં નાખે છે. અને કેટલાક દલિકોને ઉપરની સ્થિતિમાં નાંખે છે. આ ક્રિયાને અંતરકરણ કહેવાય છે. પ્રથમ સ્થિતિમાં નાંખેલાં દલિકોને ભોગવીને ક્ષય કરે છે અને દ્વિતીયસ્થિતિમાં રહેલા દલિકોને પ્રતિસમયે ઉપશમાવે છે. જ્યારે પ્રથમ સ્થિતિ ભોગવાઈને નાશ પામે છે. ત્યારે તેની ઉપર અંતર્મુહૂર્ત પ્રમાણ મિથ્યાત્વની સ્થિતિમાં એક પણ મિથ્યાત્વનું દલિક રહેતું નથી. “મિથ્યાત્વના દલિક વિનાની
૧૧૧
For Private and Personal Use Only