________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્વગુણમાં રમણતા કરવાને બદલે પૌદ્ગલિક ચીજમાં મજા માણે છે તેથી સ્વભાવ દશામાંથી વિભાવદશામાં લઈ જનાર મોહનીયકર્મને મદિરા સરખુ કહ્યું છે.
દર્શનમોહનીયકર્મનાં ભેદ :दसणमोहं तिविहं, सम्मं मीसं तहेव मिच्छत्तं । सुद्धं अद्धविसुद्धं, अविसुद्धं तं हवइ कमसो॥१४॥ दर्शनमोहं त्रिविधं सम्यग् मिश्रं तथैव मिथ्यात्वम् । शुद्धमर्द्धविशुद्धमविशुद्धं तद् भवति क्रमशः ॥ १४ ॥ ગાથાર્થ - દર્શનમોહનીયકર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યકત્વમોહનીય (૨) મિશ્રમોહનીય (૩) મિથ્યાત્વમોહનીય. સમ્યકત્વમોહનીયનાં કર્મદલિક શુદ્ધ હોય છે. મિશ્રમોહનીયનાં કર્મલિક અદ્ધશુદ્ધ હોય છે અને મિથ્યાત્વમોહનીયનાં કર્મલિક અશુદ્ધ હોય છે.
વિવેચન - અનાદિકાળથી આત્માનું ક્ષાયિક સમ્યગુદર્શનાત્મક અસલી સ્વરૂપ ઘનઘાતકર્મોદ્વારા ઢંકાયેલું હોવાથી, મિથ્યાદર્શનાત્મક નકલી સ્વરૂપને લીધે, જીવ સતત તીવ્રખ્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુઃસ્થાનિકરસયુક્તમિથ્યાત્વમોહનીયકર્મને બાંધ્યા કરે છે. બંધ સમયે તો માત્ર મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય છે. પરંતુ ઉપશમસમ્યકત્વની પ્રાપ્તિ થતા વિશુદ્ધ અધ્યવસાયો દ્વારા મિથ્યાત્વમોહનીયકર્મમાં ચૂનાધિક પ્રમાણમાં રસનો ઘટાડો થતો હોવાથી, મિથ્યાત્વમોહનીયકર્મ ત્રણ વિભાગમાં વહેંચાઈ જાય છે. માટે દર્શનમોહનીયકર્મ ૩ પ્રકારે કહ્યું છે.
ઉપશમસમ્યકત્વનું સ્વરૂપ (અનાદિકાળથી સંસારસમુદ્રમાં પરિભ્રમણ કરતો, અનાદિ મિથ્યાદિષ્ટ સંશી પંચેન્દ્રિયપર્યાયો જીવ “તથાભવ્યત્વનો પરિપાક થવાથી” સમ્યક્ત્વની પ્રાપ્તિ માટે ત્રણ કરણ કરે છે. "
(૧) યથાપ્રવૃત્તિકરણ (૨) અપૂર્વકરણ (૩) અનિવૃત્તિકરણ. ૧. યથાપ્રવૃત્તિકરણ :
નદીધોલપાષાણન્યાયે” એટલે કે જેમ પર્વતમાંથી નીકળતી
૧૦૯
For Private and Personal Use Only